જૂનાગઢ તા.૨૮, વેરાવળ શહેરનાં નવા પટેલવાડા વિસ્તારમા રહેતા અને દરજીકામ કરતાં ૨૬ વર્ષિય કૃણાલભાઇ નયનેશભાઇ ચાવડા ૧૩મી મે ૨૦૧૮નાં રોજ ઘરેથી કોઇને કહ્યા વિના ક્યાંક જતા રહ્યા છે. તેમ નયનેશભાઇ ભગવાનભાઇ ચાવડાએ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલ છે. પાતળા બા;ધાનો ઉજળો વાન ધરાવતા અને શરીરે લાલ કલરનું આખી બાંયનું ટી શર્ટ તથા બ્લુ કલરનું જીન્શ પેન્ટ પહેરેલ અને આંખો પર ચશ્માનાં નંબર ધરાવતા કૃણાલભાઇની જો કોઇને ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા વેરાવળ પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઇ. એલ.એલ.મોરીની યાદીમાં જણાવાયુ છે.
મનીષ ડાકી-જૂનાગઢ
70161 59934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





