સુરત હિટ એન્ડ રનમાં 3નાંં મોત, મહિલા બ્રિજ પરથી પટકાતી CCTVમાં કેદ

0
33

કારની ટક્કરે મહિલા બ્રિજ પરથી 30 ફૂટ નીચે પટકાતી CCTVમાં કેદ

રવિવારે રાત્રે ઓવરટેકની લહાયમાં મિત્સુબિસી પજેરો ચાલકે નવાગામ બ્રિજ પર ત્રણ મોટરસાઇકલને અડફેટે લેતા 3ના મોત અને 3ને ગંભીર ઇજા થઈ હતી. મૃતકોમાં એક જ પરિવારના માતા, પિતા અને પુત્રીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં એક મહિલા અને પુરૂષ તો પુલ પરથી ઉછળી 30 ફૂટ નીચે પટકાયા હતા. જ્યારે એક છોકરીનું બ્રિજ પર મોત નીપજ્યું હતું. બ્રિજ પરથી નીચે પટકાતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

ફ્લાયઓવર બ્રિજ પરથી 30 ફૂટ જેટલાં નીચે પડ્યા

શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધવા છતાં પોલીસ દ્વારા વાહનોની ઝડપ પર કોઈ કંટ્રોલ રખાતો નથી. આના કારણે 1 જુલાઈનો રવિવાર ગોઝારો સાબિત થયો હતો. જેમાં ગોડાદરાના ખોડિયારનગરમાં રહેતા દિવ્યેશ અગ્રવાલ નામના પ્રોપર્ટી ડિલરે રવિવારે ડિંડોલીના નવાગામ બ્રિજ પર આવા જ બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. તેમાં ઓવરટેકની લહાયમાં ત્રણેક જેટલી બાઇકોને અડફેટે લેતાં ત્રણના મોત થયા હતા. ત્રણ બાઇક સવારો સાથે એક છોકરી અને મહિલા પણ હતા. તેમજ ત્રીજો પણ બાઇકચાલક આવતો હતો. તે દરમિયાન મિત્સુબિસી પજેરો ગાડીનો ચાલક બેફામ ઝડપે ઓવરટેક કરવા ગયો હતો. આ દરમિયાન ત્રણે બાઈકોને અડફેટે લીધી હતી. તેમાં ત્રણ જણા તો ફ્લાયઓવર પરથી 30 ફૂટ જેટલાં નીચે પડ્યા હતા. જેમાંથી બેના મોત થયા હતા. જ્યારે એક છોકરી અકસ્માતના સ્થળે મૃત હાલતમાં પડેલી હતી.

મહિલા નીચે પટકાતી સીસીટીવીમાં કેદ

પજેરો કારની ટક્કરે મહિલા અને પુરૂષ બ્રિજ પરથી નીચે પકડાયા હતા. મહિલા નીચે પટકાતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી પ્રમાણે, બ્રિજ પર કારની જોરદાર ટક્કરના કારણે ધડાકાનો અવાજ સર્જાયો હતો. જેથી બ્રિજ નીચે ચાલતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. દરમિયાન મહિલા 30 ફૂટ ઉંચેથી નીચે પકડાય છે. જેથી લોકો એકઠાં થઈ જાય છે.

ત્રણના મોત અને ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મિત્સુબિસીનો નંબર જીજે-5-જેએન-6285 હતો. સ્થળ પર હાજર ઇસમોના જણાવ્યા મુજબ પજેરોનો ચાલક પીધેલી હાલતમાં હતો અને અકસ્માત થતાં ત્રણ જણા ઉતરીને ભાગ્યા હતા. તેઓ જુદી-જુદી દિશામાં ભાગતા લોકો અસમંજસમાં પડી ગયા હતા. મૃતકોમાં પતિ સાવરમલ ભગીરથરામ શર્મા, પત્ની ગૌરીદેવી સાવરમલ શર્મા અને દીકરી રૂકમા સાવરમલ શર્મા (તમામ રહે. શ્યામ વાટિકા, ડિંડોલી)નો સમાવેશ થાય છે. ઘવાયેલા લોકોમાં નારેશ્વર પાટીલ (ઉંમર 25 વર્ષ, કડોદરા), રાજેશ કેવટ (45 વર્ષ, સુમન આવાસ, ડિંડોલી) અને અન્ય એકનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માત સર્જનાર દિવ્યેશ અગ્રવાલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા પોલીસ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણના નીપજ્યા મોત

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY