સૂત્રોચ્ચાર કરતા લોકોને ગડકરીએ કહ્યું : હોબાળો કરશો તો લાફો મારી દઇશ

0
23

વિદર્ભ,તા.૭
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક જાહેર સભામાં હાજર રહ્યા હતા, અહિંયા કેટલાક લોકો અલગ વિદર્ભ રાજ્યની માંગને લઇને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમના સૂત્રોચ્ચારથી ગડકરી એટલા ગુસ્સે ભરાઇ ગયા હતા કે તેમણે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને કાર્યક્રમથી બહાર કાઢી દેવાની ધમકી આપી દીધી હતી.
જનસભામાં ગડકરીએ જ્યારે ભાષણની શરૂઆત કરી ત્યારે વિદર્ભ સમર્થક સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ વાત પર ગડકરીએ લોકોને શાંત રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ ગડકરીએ જણાવ્યું હતું કે, જા તેઓ ફરી હોબાળો કરશે તો તેમને લાફો મારી દઇશ, યાદ રાખજા બૂમો પાડવાનું બંધ કરો નહીં તો લાફો મારી દઇશ અને બહાર કાઢી દેવામાં આવશે. બધાને બહાર કાઢો. મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
મહારાષ્ટ્રમાં અલગ વિદર્ભ રાજ્યની માંગ અનેક વર્ષોથી ઉઠી રહી છે. માંગને લઇને તેઓ અનેક વાર આંદોલન પણ કરી ચુકવ્યા છે. સ્થાનિકોની માંગ છે કે અલગ વિદર્ભ રાજ્યની રચના કરવામાં આવે જેથી વિસ્તારનો વિકાસ થઇ શકે. ૧ ઓક્ટોબર ૧૯૩૮માં વિદર્ભ રાજ્યની માંગને નકારવામાં આવી હતી. ૮૦ વર્ષ બાદ પણ આ માંગ પૂરી કરાઇ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY