રાજપીપળા માહિતી કચેરીના સહાયક અધિક્ષક ની બઢતી સાથે બદલી થતા માહિતી પરિવાર દ્વારા શુભેચ્છા-વિદાયમાન
રાજપીપળા : નર્મદા જિલ્લામાં રાજપીપળા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતાં જે.એસ. ખરાડીને અધિક્ષક તરીકે બઢતી સાથે વલસાડ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતાં નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલા અને માહિતી પરિવારના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં ખરાડીને શુભેચ્છા સાથે વિદાયમાન અપાયું હતું.
નર્મદા જિલ્લા માહિતી કચેરીમાં જુદા જુદા સમયગાળામાં તબક્કાવાર રીતે જે.એસ. ખરાડીએ આજદિન સુધી અંદાજે ૧૩ વર્ષ કરતાં પણ વધુ સમય માટે સેવાઓ આપી છે. ગાદીવાલાએ શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અને શ્રીફળ અર્પણ કરીને ખરાડીને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજપીપલા ખાતેની તેમની લાંબાગાળાની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમને અભિનંદન આપ્યાં હતાં.
આ પ્રસંગે રાજપીપલા માહિતી પરિવારના આર.બી. જેઠવા, ભૂપેન્દ્ર વસાવા, દિપક વસાવા, યુજેન્દ્રસિંહ કઠવાડીયા, રમેશભાઇ રાઠવા, આર.સી. પાટણવાડીયા ઉપરાંત નિવૃત્ત કર્મીઓ બિપીનભાઇ રાણા અને પ્રવિણભાઇ મ્યાનગરે પણ ખાસ ઉપસ્થિત રહીને બઢતી પામેલ જે.એસ. ખરાડીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા આપી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






