વિદેશમાં નોકરીને ઠોકર મારી સાંસદની દીકરી બની આર્મી ઓફિસર

0
58

દહેરાદૂન,
તા.૧/૪/૨૦૧૮

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદની દિકરી મિસાલ બની

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના હરિદ્વારથી સાંસદ ડા.રમેશ પોખરિયાલ નિશંકની દીકરી ડા.શ્રેયશી પોખરિયાલનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ ફોટોમાં રમેશ પોખરિયાલ નિશંક પોતાની દીકરીને સ્ટાર લગાવી રહ્યાં છે. જા કે રમેશ પોખરિયાલે આ ફોટો શેર કરીને કહ્યું કે તેમની દીકરીએ ઉત્તરાખંડની સૈન્ય પરંપરાને ચાલુ રાકતા વિધિવત રીતે સેનામાં દાખલ થયા છે. શ્રેયંસીને મોરેશિયસમાં એક આંતરાષ્ટીય મેડિકલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી ડાયરેકટરની ઓફર મળી હતી, પરંતુ દીકરીએ તેનો અસ્વીકાર કરી સેનાને પસંદ કર્યું.

રમેશ પોખરિયાલે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે સાથીઓ, હું ખૂબ ગૌરવ મહેસૂસ કરી રહ્યો છું. તમારી બધાની સાથે એ વાત શેર કરું છું કે મારી દીકરી ડા.શ્રેયસી નિશંકે ઉત્તરાખંડની સૈન્ય પરંપરાને જાળવી રાખતા વિધિવત રીતે સેનામાં ઓફિસર આર્મી મેડિકલ કોરમાં જાઇન કરી લીધું છે. મને ખુશી છે કે શ્રેયસીએ હિમાલયન મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનું અભ્યાસ પૂરો કરીને સેનામાં જઇ દેશની સેવા કરવાનો નિર્ણય લીધો.

તેમણે આગળ લખ્યું છે કે આજે દીકરીઓ કોઇ પણ ક્ષેત્રમાં પુરુષોથી કમ નથી અને અમારી ફરજ બને છે કે અમે અમારી દીકરીઓને દીકરાની બરાબર એજ્યુકેશન અપાવાનું કામ કરીએ. તેમના આ ટ્‌વીટ બાદ હજારો લોકોએ તેમને અભિનંદનનો સંદેશ પાઠવ્યો છે. વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહને પણ રમેશ પોખરિયાલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY