ઊનાની સરકારી પ્રાથમિક શાળાનું બિલ્ડિગ જર્જરિત : ભયના ઓથાર નીચે ભણતા વિદ્યાર્થીઓ

0
97

ઊના,તા.૩૦
શહેરની સુગર ફેકટરી કોલોનીમાં ચાલતી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભરચોમાસે ખુલ્લામાં ભણે છે. અને વરસતા વરસાદમાં ભોજન લે છે.
સરકારી શાળાનું બિલ્ડિગ જજર્રિત થતાં પોપડા ખરે છે. સુગર ફેકટરી કોલોનીના કવાર્ટસ પણ ખંડેર હોય ૩૪૭થી વધુ વિદ્યાર્થી મોતના ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઊનામાં ગીરગઢડા રોડ ઉપર સરકારી પ્રાથમિક શાળા સુગર ફેકટરી કોલોનીમાં આવેલી છે. તેમાં ધો. ૧થી ૮માં ૩૪૭થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાનું બિલ્ડિગ છેલ્લાં પાંચ વરસથી જર્જરિત છે. છતમાંથી પોપડા ખરે છે. ત્રણ ઓરડાં જર્જરિત હોય કેળવણી નિરીક્ષકે એક વરસ પહેલા આવી તપાસ કરી આ બિલ્ડિગમાં બાળકો અભ્યાસ કરી શકે નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો. સુગર ફેકટરીના કોલોનીના કવાર્ટસ જર્જરિત છે. તેથી ૮૦ વિદ્યાર્થીઓ ખુલ્લામાં ઉપર આકાશ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે.
વરસાદ વરસે તો પલળી જાય છે. શાળામાં પાયાની સુવિધા પીવાનું પાણી નથી. નગરપાલિકાએ કનેકશન કાપી નાખ્યું છે. શૌચાલય પણ નથી ખુલ્લામાં જવું પડે છે. હાલ ૮૦થી વધુ વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે અભ્યાસ કરી રહ્યા છે. બપોરે મધ્યાહન ભોજન વખતે પણ ધૂળમાં બેસી બાળકો ભોજન કરે છે. ચોમાસામાં કાદવ-કીચડમાં બેસી ભોજન કરી રહ્યા છે. શાળામાં શૌચાલયની સુવિધા ન હોવાથી ધો. ૬ થી ૮ અભ્યાસ કરતી વિદ્યાર્થિઓને મોટાભાગના વાલીઓ ભણવા મોકલતા નથી. ઉઠાડી લે છે જેને કારણે દર વરસે વિદ્યાર્થિનીઓની સંખ્યા ઘટતી જાય છે. ર૦૧૬માં ૪૪૯ વિદ્યાર્થીઓ હતા, ર૦૧૭માં ૪૧ર હતા અને ર૧૮માં ૩૪૭ વિદ્યાર્થીઓ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY