ભુજ: પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સુચના અને એલ.સી.બી પોલીસ ભુજના ઇન્સ્પેકટર શ્રી જે.એમ.આલની સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી.ઔસુરા સાહેબની આગેવાની હેઠળ તા.૦૪/૦૬/૧૮ ના એલસીબી સ્ટાફના માણસો મિરજાપર વિસ્તારમાં નાઈટ રાઉન્ડમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળેલ કે, નીલેશ આરબ કોલી રહે. ભોલેનાથ પેટ્રોલ પંપની પાછળ મીરઝાપર, તા.ભુજ વાળો પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂ વેચાણ કરે છે. જે અંગે તેના રહેણાંક મકાનમાં રેડ કરતાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪, રૂ.૪૯૦૦/- તથા એક મોબાઇલ રૂ.૫૦૦/- એમ કુલ રૂ.૫૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નીલેશ આરબ કોલી પોલીસ પકડાઈ ગયેલ હોઇ આરોપીની પૂછપરછમાં સદરહું ઈંગ્લીશ દારૂ કાનો ઉર્ફે કાનજી ઈબ્રાહીમ કોલી, મિરઝાપર તા.ભુજ વાળાએ વેચાણ માટે આપેલો હતો જેથી બંને ઈસમો વિરુદ્ધ ભુજ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






