દ્વારકા નજીકના દરિયામાં શંકાસ્પદ વિદેશી માલસામાન કોસ્ટ ગાર્ડે ઝડપી પાડ્યો

0
11

૪,૧૪,૫૦૦ કિલોગ્રામ જીપ્સમ પાઉડર મળી આવ્યો
દેવભૂમિ દ્વારકા,તા.૧૯
ગુજરાતના સંવેદનશીલ મનાતા દ્વારકા તાલુકાના દરિયામાંથી ઓખા કોસ્ટગાર્ડ કેટલીક શંકાસ્પદ ચીજ વસ્તુઓ કબ્જે કરી છે. ઓખા કોસ્ટગાર્ડ વિભાગના કર્મચારીઓ દ્વારા ખાસ બોટ મારફતે દ્વારકાની દરિયાઇ પટ્ટીમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ગઇ તા. ૧૭ ના રોજ રાત્રીના સમયે તેમના દ્વારા વેસલ એમ.બી. નીના આઇ.એમ.ઓ. ૮૮૨૪૩૨૩ વાડી પકડી પાડી, આ વેસલ ઓખા પોર્ટની ડી.સી.બી. જેટી પર લાવવામાં આવી હતી.
કોસ્ટ ગાર્ડ-પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ વેસલ ઇરાન દેશના બસરાથી નીકળી મોઝામ્બીક જવા નીકળ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વેસલમાં ચેકીંગ કરાતા જીપ્સમ પાઉડરની ૩૦૦ બેગ નીકળી હતી. જેમાંથી ૪,૧૪,૫૦૦ કિલોગ્રામ જીપ્સમ પાઉડર હોવાનું ખુલવા પામ્યું હતું. આ સાથે ૩,૧૮૧ કિલોગ્રામની ૧૬૦૦ પીસ રબ્બર/થર્મોકોલ સીટ) પણ મળી આવી હતી.આ શંકાસ્પદ વેસલ તથા મુદ્દામાલ સંદર્ભે ઓખા કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ દિલીપ ચક્રવર્તીએ ઓખા મરીન પોલીસમાં કાયદેસર નોંધ કરાવી છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઇ. પી.જી. રોહડીયાએ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY