વાલીયા તાલુકાના મોવડી ગામ નજીક ખેતરમાં મોરનો શિકાર કરવા આવેલ દીપડીએ વીજ કરંટ લાગતા મોત નિપજયુ હતુ. જ્યારે એક મોર તથા એક ઢેલ પણ વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે વન વિભાગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાલીયા તાલુકાના મોકલી ગામની સીમમાં હરેન્દ્ર વસાડીયાના ખેતરમાં એક દીપડી શિકારના શોધમાં હતી તે દરમિયાન દીપડીએ મોર ઉપર તરાપ મારતાં બંનેને હાઈવોલ્ટેજ ડીપીનો વીજ કરંટ લાગતાં મોર અને દીપડીનું મોત નીપજ્યું હતું.જયારે ઘટનામાં અન્ય એક ઢેલને પણ વીજ કરંટ લાગતાં તેનું પણ મોત નીપજ્યું હતું.બનાવની જાણ મોખડી ગામના ગ્રામજનો ના ટોળા ઉમટી પડ્યા હતા.બનાવની અંગેની જાણ ગ્રામ લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવતા તેવોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આશરે પાંચ વર્ષની દીપડી અને મોર,અને ઢેલના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.વન વિભાગ આગળની તપાસ હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978409623
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








