આજે સવારે ભરૂચ નગરપાલિકાનું નાનું ફાયર ટેન્ડર ની ગાડી રસ્તામાં બંધ થઈ જતા ફાયર બ્રિગેડના જવાનો રસ્તામાં ગાડીને ધક્કો મારતા લોકોની હસીના પાત્ર બન્યા હતાં.
ભરૂચ નગરપાલિકાનું વહીવટ જેમ કે સદંતર ખાડે ગયું હોય તેમ હવે જાહેર રસ્તા પર ભરૂચ નગરપાલિકા પોતાના અંધેર વહીવટના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા હોય તેમ દેખાઈ આવે છે ભરૂચ નગરપાલિકાનું મીની ફાયર ટેન્ડર રસ્તા પર જ ખોટકતા ફાયર ફાઈટરો તેને ધક્કો મારી પોતાના અધિકારીઓની ઈજ્જત બચાવવાની કોશીષ કરતા નજરે પડ્યા હતા.
થોડાં દિવસોમાં ચોમાસું આવાની તૈયારી છે ત્યારે આવા ફાયર ટેન્ડરોને જો કોઈ ઇમરજન્સી આવે ત્યારે રસ્તામાં ખોટકાય તો તેની જવાબદારી કોની રહશે…?
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ રાતના ભરૂચ શહેરમાં ભારે વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવા માટે ફાયર ટેન્ડર ગઈ હોવાનું જાણવા મળેલ છે અને એ સમય દરમ્યાન ફાયર ટેન્ડર ખોટકાયું હતું. કહેવત છે ને કે દશેરા ના દીવસે જ ઘોડો ના દોડે તેવો ઘાટ સર્જાતા દિવસે જ ફાયર બ્રિગેડના લાશ્કરો ગાડીને ધક્કો મારતા નજરે ચઢતાં લોકોના હસીના પાત્ર બન્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







