ગાંધીનગર,તા.૨૭
પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત અને ધારાસભ્યો પર ત્રણ વર્ષ માટેનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે. કોઈ પણ સભ્યને ગૃહમાંથી ભાગીદાર બનાવમાંથી દુર રાખી શકાતો નથી. વધુમાં વધુ સત્ર સમાપ્તી સુધીનું સસ્પેન્શન હોય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં સ્પીકરની વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત ચર્ચાઈ નથી. આ બન્ને મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા થઈ અને તેનું નિરાકરણ લાવવામાં આવ્યું.
તેમણે કહ્યું કે વિધાનસભા ચર્ચા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહે તે જાવાનું શાસક પક્ષનું વિશેષ છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા તે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવામાં આવી છે. ગૃહના સન્માન અંગે સીએમ અને ડે.સીએમને વિનંતી કરી હતી. મોટું મન રાખી બન્ને નેતાઓએ ધારાસભ્યોનું સસ્પેન્શન ટૂંકાવી દીધું છે અને કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી છે. વિધાનસભામાં નવી પરંપરા શરૂ ન થઈ તે સારી વાત છે. સંસદીય વારસાની જાળવણી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાંથી પણ અરજી પાછી ખેંચવામાં આવશે.
તેમણે કહ્યું કે કોંગ્રેસના સિનિયર નેતાઓએ માર્ગદર્શન આપ્યું છે અને તેમના અનુભવનો લાભ લેવામાં આવી રહ્યો છે. ધારાસભ્યો નહી હોય તેવા કોંગ્રેસના નેતાઓ વિધાનસભા અંગે કોઈ દખલગીરી કરતા નથી. તેમણે પ્રદીપસિંહ જાડેજા અંગે કહ્યું કે તેમની ઉંચાઈ બહુ છે અને સરકારના વગદાર નેતા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"