ચૂંટણીપંચ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર કરવાની હતી ભાજપ આઈટી સેલે ૨૨ મિનિટ પહેલાં ચૂંટણીની તારીખો જણાવી!!!

0
199

ન્યુ દિલ્હી,તા.૨૭
ઈલેક્શન કમિશન આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેની તારીખની જાહેરાત કરે તે પહેલા જ મોટો વિવાદ ઉભો થયો છે. ઈલેક્શન કમિશને હજુ સુધી તારીખની જાહેરાત કરી નથી, તે પહેલા જ મ્ત્નઁના સેલના ચીફ અમિત માલવીયાએ આ બાબતે ટ્‌વીટ કરીને તારીખોની જાહેરાત કરી દીધી છે. માલવિયાએ ટ્‌વીટ કરીને કર્ણાટકમાં ૧૨ મેના રોજ વોટિંગ થશે, તેવી ટ્‌વીટ કરી હતી, જ્યારે બીજી બાજુ ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ હજુ ચાલી રહી હતી.
અમિત માલવિયાએ સવારે ૧૧ વાગ્યાને ૮ મિનિટે ટ્‌વીટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, કર્ણાટકમાં ૧૨ મેના રોજ વોટિંગ થશે, જ્યારે ૧૮ મેના રોજ મતગણતરી થશે. અમિતે જે સમયે ટ્‌વીટ કરી હતી, તે સમયે દિલ્હીમાં ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવત ચૂંટણી વિશે માહિતી આપી જ રહ્યા હતા.
તેમણે હજુ તો કોઈ તારીખની જાહેરાત નહોતી કરી કે, તેમણે મતગણતરીની તારીખની જાહેરાત નહોતી કરી, પરંતુ તે પહેલા જ અમિત માલવીયાએ ટ્‌વીટ કરીને ઈલેક્શનની તારીખની જાહેરાત કરી દીધી હતી. આ ઘટના સામે આવતા જ લોકો અમિત માલવિયાને ટેગ કરીને તેના પર તૂટી પડ્યા છે. ચારે બાજુથી તેનો વિરોધ થઈ રહ્યો છે. થોડી જ મિનિટોમાં તેણે પોતાની ટ્‌વીટ ડિલીટ કરી દીધી હતી. આ અંગે ઈલેક્શન કમિશને તપાસ કરાવવાની ખાત્રી આપી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY