વિધાનસભાગૃહમાંથી બંધારણીય આમુખ ગાયબ,ગૃહમાં ઉર્જા એમઓયુ પ્રશ્ને હોહા

0
39

ગાંધીનગર,તા.૮
વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે અને ચૂંટાયેલા ધારાસભ્યો મંત્રીઓ ગૃહમાં પ્રવેશે એટલે બે હાથ જાડીને પોતાના સ્થાન પર બેસે છે પરંતુ કોને બે હાથ જાડે છે તેની કદાચ કોઈને ખ્યાલ નહિ હોય તેવું લાગે છે કારણકે વિધાનસભા સંકુલને કોમર્શીયલ ઓપ આપવામાં મસ મોટી ભૂલ થઇ છે કે ગૃહમાં અધ્યક્ષ જ્યાં બિરાજમાન થાય છે તેની પાછળની દિવાલ પર આપણા દેશના બંધારણના અંગ્રેજી અને હિન્દીમાં ‘આમુખ’ (બંધારણના ખાસ આર્ટીકલ) મુકવામાં આવેલ એજ ગાયબ થઇ ગયા છે.
ધારાસભ્ય પદ માટેના શપથ લેવામાં આવે છે અને ગૃહમાં પ્રવેશ્યા બાદ સભ્યશ્રી પોતાના સ્થાને બેસે તે પહેલા બે હાથ જાડી અધ્યક્ષશ્રીની પાછળ બંને તરફ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ‘આમુખ’ હોય તેને વંદન કરી પોતાના સ્થાને બેસે છે. જ્યારે અહિતો રૂપિયા ૧૩૫ કરોડના ખર્ચે વિધાનસભા સંકુલનું રિનોવેશન કરવામાં આવ્યું તે સાથે ‘આમુખ’ પણ ગાયબ થઇ ગયું છે. વિધાનસભાના નીતિ નિયમોનું સભ્યો પાસે પાલન કરાવતા ગૃહના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીનું કદાચ ધ્યાન ગયું હોય તેમ લાગતું નથી.!?!
આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ સભ્યોએ ‘વિશ્વ મહિલા દિન’ની શુભેચ્છા આપવાનો સિલસિલો શરુ થયો હતો. અધ્યક્ષ સ્થાને ડા. નિમાબેન આચાર્ય બિરાજમાન હતા જ્યારે વિધાનસભા સચિવ અને તેમના સહાયકોના સ્થાને મહિલા અધિકારીઓ બિરાજ્યા.
ગૃહની કાર્યવાહીની શરૂઆત ‘વિશ્વ મહિલા દિન’ની શુભેચ્છા આપવાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. તેઓએ મહિલાઓના વિવિધ રૂપ-પુરુષ સમોવડી બનાવવાની પહેલ જેવી ભાવાત્મક વાતો કરી હતી જેને ગૃહે વધાવી લીધી હતી. મહિલાઓને શુભેચ્છા આપવામાં પ્રથમ આઠ મિનીટ પસાર થયા બાદ અધ્યક્ષશ્રી નિમાબેન આચાર્યએ પ્રશ્નોત્તરીનું કાર્ય હાથ ધર્યું હતું. મોટાભાગના સભ્યોએ પોતાના પ્રશ્ન અને જવાબ આપવામાં પ્રથમ ‘મહિલા દિન’ની શુભેચ્છા આપીને જ પોતાનો પ્રશ્ન કે સભ્યના પ્રશ્નના જવાબ આપવામાં આવ્યા હતા.
આજે નોંધનીય બાબત એ હતી કે ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં મોટાભાગે મહિલાઓની હાજરી વિશેષ રહી હતી. જેઓએ અદબ વાળી ગૃહની કાર્યવાહી નિહાળી હતી. એ જ રીતે જે-તે શાળાની છોકરીઓએ પણ ગૃહવાહી નિહાળી હતી.
આજે ગૃહમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાળાના ઉર્જા ક્ષેત્રના એમઓયુ પ્રશ્ને ઉર્જામંત્રીના જવાબ બાદ ભારે હોહા મચી ગઈ હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દરમ્યાનગીરી કરતા ગૃહમાં જણાવ્યું હતું કે આ એમઓયુ કેન્દ્ર સરકારે કર્યા છે. રાજ્ય સરકારે નથી કર્યા. શ્રી મનમોહનસિંહે આ કરાર કર્યા હતા અને લોકોનો વિરોધ થતા ઉર્જામથક ઉભું ન કરવા નિર્ણય કરેલ છે. આમ છતાં ગૃહમાં કોંગ્રેસ સભ્યોએ ભારે હોહા કરી ગૃહ ગજાવી મુક્યુ હતું. વિપક્ષ નેતાએ પોતાની રજૂઆત શરુ કરી હતી પરંતુ મુખ્યમંત્રી તેમને જવાબ આપવા ઉભા થઇ ગયા હતા અને એક જ વાત કરી હતી કે કેન્દ્રએ એમઓયુ કર્યા છે. વિપક્ષ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ફરી રજૂઆત કરવા ઉભા રહ્યા હતા પરંતુ અધ્યક્ષે અટકાવતા ફરી કો. સભ્યોએ હોહા મચાવી ગૃહ ગજાવી મુક્યુ હતું ત્યારે અધ્યક્ષે આગલો પ્રશ્ન ઉઠાવવાનું કહેતા સભ્ય પ્રદિપ પરમારે સિવિલ ટ્રોમા સેન્ટરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ગૃહમાં શાંતિ છવાઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY