ચાણસ્મા-મહેસાણા હાઈવે પર બે કારનો અકસ્માતઃ ૨નાં મોત, ૬ ઘાયલ

0
90

પાટણ,તા.૮
મહેસાણા હાઇવે પર મીઠાધરવા અને લણવા વચ્ચે ગુરૂવારે ઇકોગાડી – અલ્ટો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે યુવાન ના ઘટના સ્થળે મોત થયા હતા. બનાવની જાણ થતા ૧૦૮ ટીમ સહિત આરોગ્ય ટીમ મદદ પાંચ ઇજાગ્રસ્તો તાત્કાલી સારવાર અપાઇ હતી. વધુ સારવાર માટે મહેસાણા સીવીલ ખાતે ખસેડ્યા હતા. જયારે સામે અલ્ટોગાડીના સવાર એક નાના- મોટી ઇજાઓ થઇ હતી.
ગુરૂવારે પેસેન્જર ભરેલી ઇકો ગાડી મહેસાણાથી ચાણસ્મા તરફ આવી રહી હતી. જયારે સામેથી મહેસાણા અલ્ટો ગાડી ચાણસ્મા તરફ જઇ રહી હતી. બન્ને ગાડી વચ્ચે લણવા- મીઠાધરવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકોગાડી મુસાફરો ભરેલી હોવાથી આ અકસ્માત ઇકોગાડી સવાર બે યુવાનના અકસ્માત દરમ્યાન દરવાજા તૂટી જતા ગાડી નીચે આવી જતા ઘટનાસ્થળે મોત થયા હતા. જયારે અન્ય પાંચ સારવાર માટે લણવા આરોગ્યમાં ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY