નાંદોદ તાલુકામાં વીજ કંપની દ્વારા અચાનક ચેકીંગ 2.70 લાખનો દંડ, કુલ 11 ડાયરેક્ટ કનેકશન પકડાયા

0
12

એક મોટા રાજકીય નેતાાના જમાઈ ને ત્યાંયાં ડાયરેક્ટ કનેકશન પકડાયું હોવાની વાત ફેલાતા ભારે કુતુહલ  

રાજપીપલા:
નાંદોદ તાલુકાના ગામોમાં વીજ કંપની ની ટિમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ગ્રામ્ય વસ્તારોમાં ડાયરેક્ટ લાઈટો ચલાવતા તત્વો માં ફફડાટ જોવા મળ્યો છે જયારે એક ગામમાં નાંદોદ ના એક રાજીકીય નેતાના જમાઈ ના ઘરમાંજ મીટર માં છેડછાડ કરી ડાયરેક્ટ વીીજળી મેેળવતા હોવાની વાત રાજપીપલા શહેર માં ફેલાતા આ બાબતે ભારે કુતુહલ ફેલાયું હતું ત્યારે જો આ વાત સાચી હોય તો કોણ છે એ રાજકીય નેતા નો જમાઈ અને કયા પક્ષના એ રાજકીય નેતા છે …? એ જાણવા ભારે તાલાવેલી જોવા મળી હતી ત્યારે અહીં એ સવાલ પણ ચર્ચા માં છે કે શું રાજકીય નેતા કે એના અંગત સંબંધી સામે વીજ કંપની નિયમ મુજબ કોઈ પગલાં લેશે…? કે ભીનું સંકેલસે…? આમ ગ્રાહકો જો આ રીતે વીજ કનેકશન સાથે છેડછાડ કરે તો અમને લાખોનો દંડ ફટકારાય છે તો કોઈ મોટા માથા પકડાય તો શું નિયમોનું પાલન કરાશે…? આવી ભારે ચર્ચા હાલ રાજપીપલા પંથક માં ચાલી રહી છે.

ચોરી કરનાર ગમે તે હોય અમે બક્ષતા નથી:એસ આર પટેલ (ડી.ઈ.વીજ કંપની,રાજપીપલા)

જોકે આ બાબતે રાજપીપલા વીજ કંપનીના ડેપ્યુટી  ઈજનેર એસ.આર.પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે કુલ 6 ટિમો એ ચેકીંગ દરમિયાન 11 ડાયરેક્ટ કરેલા મિત્રો ના કનેકશનો ઝડપી એ બધા ના મીટર અને સર્વિસ વાયરો કબ્જે કરી 2.70 લાખનો દંડ ફટકાર્યો છે અને કોઈ નેતાના સંબંધીનું મીટર પકડાયું એવી કોઈ માહિતી સામે આવી નથી જોકે ગમે તે ચોરી કરતા ઝડપાય તો અમે કાયદેસર કાર્યવાહી કરતા ખચકાતા નથી ભલે પછી એ ગમે તે હોય કોઈને બક્ષતા નથી 

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY