મોદી સમાજનાં માનદ પ્રધાને રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી

0
19

વિજાપુર,તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપી નિરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી સાથે સરખાવી મોદીને ચોકીદાર ૧૦૦ ટકા ચોર છે તેવું કહેનાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ૧૫૪ અન્વયે કાર્યવાહી કરવા વિજાપુરના મોદી સમાજના માનદ પ્રધાને વિજાપુર પોલીસ મથકમાં આપેલી ફરિયાદ રૂપી અરજીએ ચર્ચા જગાવી છે.
વિજાપુરના કાશીપુરામાં રહેતા અને સ્થાનિક મોદી સમાજના માનદ મંત્રી સુહિત અશોકકુમાર મોદીએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ૧૫૪ અંતર્ગત ફરિયાદ નોંધવા અરજી આપી છે. જેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બેંગ્લુરુથી ૧૦૦ કિમી દૂર ગત ૧૩ એપ્રિલના રોજ યોજાયેલી જનસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ચોરનું ઉપનામ આપી તેમની સરખામણી દેશના આર્થિક ગુનેગાર નિરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી, વિજય માલ્યા સાથે કરીને સભામાં ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછેલું કે, બધા ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે.
૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY