વન વિભાગની કામગીરી રંગ લાવી, સિંહની સંખ્યામાં વધારો નોંધાયો

0
43

ગીર,તા.૨૦
ગુજરાતના ગૌરવ સમા સિંહોની સંખ્યામાં વધારો થાયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પૂનમની રાત્રે થયેલી પ્રાથમિક ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. સિંહોની સંખ્યા ૬૦૦ જેટલી નોંધાઇ છે. ગીરકાંઠાના ગામો અને બૃહદ ગીરમાં સિંહબાળની સંખ્યા ૬૦થી વધુ હોવાનું નોંધાયું છે. આથી ગીરનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે. ગુજરાત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે. જો કે સિંહોની સંખ્યામાં વધારો થયો તે અંગે સત્તાવાર હજુ કોઇ વન અધિકારી કહેવા તૈયાર નથી.
તાજેતરમાં જ દલખાણીયા રેન્જમાં ૨૪ સિંહોના રહસ્યમય મોત નીપજ્યા હતા. જેમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થયાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. આથી સિંહોની સંખ્યામાં ઘટાડો થતા જે તે સમયે સિંહપ્રેમીઓમાં રોષ ભભુકિયો હતો. પરંતુ હવે સિંહોની સંખ્યામાં વધારો થતા ખુશીના સમાચાર મળી રહ્યા છે.
શુક્રવારે રાત્રે જ પૂનમ હોવાથી વન વિભાગ દ્વારા સિંહોની ગણતરી હાથ ધરાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ૨૦૧૫માં સિંહની ગણતરીમાં ૫૧૧ સિંહો નોંધાયા હતા. હાલ અમરેલી, બૃહદ ગીર, ધારી, ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારોમાં સિંહોનું રહેણાંક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY