વિજય હજારે ટ્રોફીઃ ઝારખંડની હારથી હરભજન થયો ધોનીથી નારાજ

0
7

ન્યુ દિલ્હી,તા.૨૦
વિજય હજારે ટ્રોફીને સેમીફાઇનલ મુકાબલામાં દિલ્હીએ ખૂબ રોમાન્ચક મુકાબલામાં ઝારખંડને ટક્કર આપી ફાઇનલમાં જગ્યા બનાવીછે. અંતિમ ઓવર્સમાં બે વિકેટથી થયેલી દિલ્હીની આ જીતે ટીમ ઈન્ડિયાના ફિરકી બોલર હરભજન સિંહને નારાજ કરી દીધો છે અને હરભજનની નારાજગી કોઇ ટીમથી નહીં પરંતુ એ ખેલાડીથી છે આ મુકાબલામાં રમ્યો નથી. તે ખેલાડી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની છે.
આ રોમાન્ચક મુકાબલામાં ઝારખંડની હાર બાદ હરભજને ટ્‌વીટ કરીને ધોની પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હરભજનનું કહેવું છે કે કેપ્ટન ગૌતમ ગંભીરને શુભેચ્છા. દિલ્હીને શુભેચ્છા અને પવન નૈગીને પણ શુભેચ્છા. પરંતુ કોણ જાણે છે કે ધોની આ મેચમાં રમી રહ્યો હોતતો પણ શુ પરિણામ આવતું. ઝારખંડે ધોનીને ખૂબ મિસ કર્યો હશે.
જાકે આ મુકાબલો હતો જ એવો કે જેમા ધોનીની હાજરી ફરક પેદા કરી શકતી હતી. ૨૦૦ રનના ટારગેટનો પીછો કરતા એક સમયે ૧૪૯ રન પર ૮ વિકેટ ખોઇ દીધી હતી. પરંતુ પવન નેગી અને નવદીપ સોનીએ અંતિમ સમયમાં સુધી ટકીને ટીમને જીતાડી દીધી હતી.
ભારતને ચીફ સેલેક્ટરનું કહેવું હતુ કે ધોની વિજય હજારે ટ્રોફીમાં રમશે પરંતુ બાદમાં ધોનીએ રમવા માટે ઇન્કાર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY