કોંગ્રેસમાં વિખવાદ કે જૂથવાદ…?? કોંગ્રેસના ધરણાંનો ફિયાસ્કો..!! ઉપવાસ બે-અઢી કલાકમાં જ સમેટાયા

0
87

અમદાવાદ,તા.૯
અમદાવાદમાં કોંગ્રેસના ઉપવાસ બેથી અઢી કલાકમાં સમેટી લેવાયા છે. કોંગ્રેસ દ્વારા દસથી ચાર સુધી ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઇ હતી. જા કે દસ વાગ્યાના અરસામાં શરૂ થયેલા ઉપવાસ હવે બેથી અઢી કલાકના કરી દેવાયા હતા. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ઉપવાસ આંદોલન બેથી અઢી કલાકમાં સમેટી લેવાયા હતા. અન્ય જિલ્લા અને શહેરોમાં પણ કોંગ્રેસના ઉપવાસ આંદોલન બેથી અઢી કલાકના ધરણા બનીને રહી ગયા હતા. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારના સરદાર બાગમાં કોંગ્રેસે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
રાજકોટ ઃ રાજકોટમાં કોંગ્રેસના ઉપવાસ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. કોંગ્રેસના કાર્યક્રમમાં માત્ર ત્રણ કોંગી કોર્પોરેટરો સમયે પહોંચ્યા હતા. રાજકોટમાં ૩૩ કોંગી કોર્પોરેટરો છે. તેમાંથી માત્ર ત્રણ જ કોર્પોરેટર સમયે દેખાતા કોંગ્રેસમાં ચાલતી જુથબંધી અને લાલિયાવાડી છતી થઇ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂ પણ ઉપવાસ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.
જૂનાગઢ ઃ જૂનાગઢમા પણ કોંગી આગેવાનોએ ધરણા યોજ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશભરમાં કોમી એખલાસની જાળવણી અને પ્રસાર માટે રાષ્ટવ્યાપી ઉપવાસના કાર્યક્રમનુ એલાન આપ્યુ છે. જેના ભાગરૂપે આ ઉપવાસ જુનાગઢમા પણ યોજાયા હતા. ગાંધી ચોકમાં આ ઉપવાસ યોજાયા હતા.
નવસારી ઃ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારી પાલિકા બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ ધરણા કરી ભાજપ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ૨૦૧૯ માં જાતિવાદને પ્રોત્સાહન આપતી ભાજપ સરકારને જાકારો આપવાની અપીલ કરી હતી.
બનાસકાંઠા ઃ બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા. જાતિવાદ મામલે યોજાયેલા ધરણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ કે ભાજપ જાતિવાદનું ઝેર ફેલાવે છે. ભાજપ આ નીતિઓ બંધ નહિ કરે તો દેશને નુકસાન થશે.
અમરેલી ઃ અમરેલીના રાજકમલ ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા. લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર, રાજુલાના પ્રતાપ દૂધાત સહિતના કોંગી આગેવાનો ધરણામાં જાડાયા હતા. વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો કે ભાજપે કોમી ઝેર ઓકવાનું કામ કર્યું છે. બાબાસાહેબે આપેલા બંધારણને ભાજપે તોડવાનું કામ કર્યું છે.
સાબરકાંઠા ઃ હિંમતનગરમાં પણ કોંગ્રેસના ધરણામાં પાંખી હાજરી જાવા મળી. જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતો કોગ્રેસની હોવા છતા અહીં યોજાયેલા ધરણામાં કાર્યકરોની પાંખી હાજરી જાવા મળી. ૪૦થી પણ ઓછા કાર્યકરો આ ધરણામાં જાડાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY