હું કમર્શિયલ ફિલ્મોને પલાયનવાદી ફિલ્મો ગણુ છું : વરુણ ધવન

0
6

મુંબઈ,તા.૩
મોખરાના અભિનેતા વરુણ ધવને કહ્યુ હતું કે કમર્શિયલ ફિલ્મો અને પેરેલલ કે આર્ટ ફિલ્મો સાથે ચાલી શકે છે. હું કમર્શિયલ ફિલ્મોને પલાયનવાદી ફિલ્મો કહું છું.
‘મારી પોતાની વાત કરું તો હું બંને પ્રકારની ફિલ્મો કરું છું અને બંને વચ્ચે સમતુલા જળવાઇ જાય એવા મારા પ્રયાસો હોય છે. બાકી બધા પ્રકારની ફિલ્મો ચાલે છે અને દરેક પ્રકારની ફિલ્મનો ચોક્કસ દર્શકવર્ગ હોય છે એટલે કોઇ ફિલ્મ ન ચાલે એ વાત બહુ ગળે ઊતરતી નથી. હા, ફિલ્મ સારી ન બની હોય તો વાત જુદી છે’ એમ વરુણે સુઇ ધાગાના સંદર્ભમાં બોલતાં કહ્યુ હતું.
અગાઉ વરુણે જુડવા જેવી પલાયનવાદી અને શૂજિત સરકારની ઓક્ટોબર જેવી આર્ટ ફિલ્મ પણ કરી હતી. એણે કહ્યુ કે એક અભિનેતા તરીકે મારી સમક્ષ જે ફિલ્મ આવે એની સ્ક્રીપ્ટ મને ગમે તો હું સ્વીકારી લઉં છું.
વરુણે કહ્યુ કે દરેક દાયકે પલાયનવાદી અને વાસ્તવવાદી ફિલ્મો આવતી રહી છે. કિયારેક પલાયનવાદી ફિલ્મો સરસ ચાલતી જણાય છે અને કિયારેક વાસ્તવવાદી ફિલ્મો ચાલે છે. બંને પ્રકારની ફિલ્મોને એનો દર્શકવર્ગ મળી રહે છે. આજે દેશના ખૂણેખૂણેથી વિવિધ પ્રકારના વિષયો પર ફિલ્મ બનાવતા ફિલ્મ સર્જકો આવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY