વિરમગામના વણી ગામે ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં સરપંચ સહિત ત્રણ વિરુધ્ધ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન મા ફરિયાદ

0
338

વિરમગામના વણી ગામની સીમમાં સર્વે બ્લોક નંબર ૨૪૦ પૈકીની હ આરે ચોરસ મી ૪-૨૮-૯૭ મૂળ ખેડૂત ખાતેદાર દેવાભાઈ ગાંડાભાઈ નાઓ અપરણિત નિસંતાન ગુજરી જતાં તેમના નાનાભાઇ નારણભાઇ ગાંડા ભાઇનું વારસાઇ હક્ક નામ છુપાવી પૂર્વયોજીત કાવતરૂ રચી વારસાઇ અંગેના તલાટી કમ મંત્રીના ખોટા દસ્તાવેજો બનાવી આ જમીનના એકલા માલિક બની પોતાની વારસાઇ નોધ નં. ૩૭૯૬ તા.૨૩-૦૯-૨૦૦૯ થી વારસાઈ હક નોંધ કરાવી સૌ હિસ્સેદાર નવી ગાંડાભાઇ નું નામ વારસાઇ નોંધમાં દાખલ નહીં કરાવી આ જમીન પોતાના નામે કરાવી ફરિયાદી તથા સાહેદ અનિલભાઇ પ્રવિણભાઇ પટેલ નાઓ પાસેથી ૬૦,૦૦૦૦ નો અવેજ સ્વીકારી રજી વેચાણ દસ્તાવેજ નં-૧૬૭૮ ૨૦૧૫ તા.૧૯-૦૮-૨૦૧૫ આ જમીન વેચાણ કરી આપી તેની સામે સહ હિસ્સેદાર નારણભાઇ ગાંડાભાઇ નાઓએ વાંધો ઉઠાવતાં વેચાણ દસ્તાવેજની નોંધ નંબર ૪૪૩૦ તા.૨૯-૦૮-૨૦૧૫ ની નોધ પડાવવા જતા મામલતદાર વિરમગામ નાઓએ નોંધ નામંજૂર કરી આરોપી નાથાભાઇ હરીભાઇ સિંધવ અને કમાભાઇ મગનભાઇ નાઓએ અન્ય વારસદાર હોવા છતાં વારસદારો છુપાવેલ હોવાનું જાણવા છતાં પંચો તરીકે તલાટી કમ મંત્રી રૂબરૂમાં ખોટી વારસાઈ કરાવવામાં મદદ કરી ખોટા અને બનાવટી કાગળો તૈયાર કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો આ બાબતે વણી ગામના સરપંચ સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.

રીપોટર: મુન્ના વ્હોરા વિરમગામ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY