વિરમગામ માલધારી સમાજ અને હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
53

વિરમગામ માલધારી સમાજ અને હિન્દુ સમાજ દ્વારા ખેરપુર ગામના ગૌરક્ષકની થયેલ હત્યાના આરોપીઓને સખત સજાની માંગ સાથે મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ પાસેના ખેરપુર ગામના ગૌરક્ષક રાજુભાઇ ગાંડાભાઇ રબારીની થયેલ હત્યા ના આરોપીઓને સખત સજાની માગણી સાથે વિરમગામ માલધારી સમાજ અને હિન્દુ સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આ મૌન રેલી વિરમગામ કોઠારી બાગથી નીકળી બસ સ્ટેશન કેબી શાહ સ્કૂલ થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી જેમાં વિરમગામ તથા આસપાસના તથા કડીના માલધારી સમાજના આગેવાનો તથા માલધારી સમાજ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ગૌ હત્યા બંધ કરો અને હત્યારાઓને સજા આપવાના વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને રેલી તાલુકા સેવાસદન ખાતે પહોંચી હતી.

જ્યાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાજુભાઇ રબારીની કસાઈઓ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેને માલધારી સમાજ અને હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગૌરક્ષકો પર હુમલાની ઘટના વધી જાય છે જેથી સરકાર દ્વારા ગૌહત્યા પર કડક કાયદો અને ગાયની તસ્કરી પર સખત કાર્યવાહી કરવામાં આવે અને તાજેતરમાં ખેરપુર ગામ ના યુવાનની હત્યાના આરોપીને સખત સજાની માંગ કરવામાં આવી હતી

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.9898397487

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY