વિસાવદરમાં ભાજપના દાળિયા’ય ન આવે : હર્ષદ રિબડિયા

0
8

વિસાવદર,તા.૧૫
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો અંકે કરવા માટે દરેક જિલ્લામાં પ્રચાર કરી રહ્યા છે. રોજ તેમની સભાઓ અને રોડ શો યોજાઈ રહ્યા છે. ત્યારે વિસાવદરમાં સભાનું આયોજન કરાયું હતું. જેમાં સભા સ્થળે મોટાભાગની ખુરશીઓ ખાલી રહેતા છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરાયો હતો. તસવીરમાં ખુરશીઓ કેટકેટલે સુધી ખાલી છે તે જાઈ શકાય છે.
સીએમ રૂપાણીનું હેલિકોપ્ટર કાર્યક્રમ માટે વિસાવદર તો પહોંચ્યું, પણ સભામાં કોઈ ના આવતા હેલિકોપ્ટર પરત જવા રવાના થયું હતું. ત્યારે બીજી તરફ, સભામાં જાહેરાત કરાઈ કે મુખ્યમંત્રીને અમિત શાહ સાથે કોડીનાર જવાનું થતા સભામાં હાજરી નહિ આપે. ત્યારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ્દ થતા ભાજપના કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
સીએમનો કાર્યક્રમ રદ થવા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, “સીએમ હેલિકોપ્ટરથી અહીં આવ્યા હતા. અહીં ઉતર્યા બાદ ખબર પડી કે ફક્ત ૧૦૦ લોકો જ હાજર છે. બીજેપીની સાથે સાથે અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ હતો. પોલીસે અમારા કાર્યકરોને ધમકાવીને અમારો કાર્યક્રમ બંધ રાખવાનું કહ્યું હતું. પોલીસે ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ કુદરતનું કરવું કહો કે બીજું કંઈ ભાજપનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. આ ખેડૂતોને વિસ્તાર છે. ખેડૂતના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધૂંબા માર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY