બીજા વિશ્વ યુદ્ધ વખતનો બોમ્બમળી આવતા આખો વિસ્તાર કરાયો ખાલી

0
63

બર્લિન,તા.૨૦
બર્લિનના સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસે બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક બોમ્બ જાવા મળ્યો છે. ત્યાર બાદ લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. બોમ્બ નિષ્ક્રય કરનારા નિષ્ણાતો ધટના સ્થળ પર પહોંચી ગયા છે.
કોઇપણ અકસ્માતની આશંકાને પહોંચી વળવા માટે સરકારે રેલવે સ્ટેશન અને બિલ્ડંગની આસપાસની જગ્યા ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે.
પોલીસે યુદ્ધના ૭૦થી વધુ વર્ષ પછી મળેલા ૫૦૦ કિલોગ્રામના બોમ્બને નિષ્ક્રય કરવા માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પોલીસે ટ્રેન, ટ્રામ અને બસોને રોકાવી દીધી છે. તેમજ વાહનોના માર્ગ બદલી દીધા છે.
અધિકારીઓએ મધ્ય રેલવે સ્ટેશનના ઉત્તરની બાજુની બિલ્ડંગ સ્થળની આસપાસ ૮૦૦ મીટર (યાર્ડ)ના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો છે. તે વિસ્તારમાં સ્થિત રહેવાસીઓ અને કર્મચારીઓથી ત્યાંથી ખસી જવાની સુચના આપી છે. પોલીસએ જણાવ્યું છે કે, જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી કોઇએ આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY