ઉત્તર કોરિયાના નેતા સાથે ટ્રમ્પ ત્રીજી વખત પરમાણુ બેઠક યોજે તેવી શકિયતા

0
18

વોશિંગ્ટન,તા.૧૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉન સાથે ત્રીજી વખત પરમાણુ બેઠક યોજે તેવી શકીયતા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે અમેરિકાની ઓવલ ઓફિસ ખાતે વાતચીતના પ્રારંભે ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘અમે ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ સાથે મુલાકાત અંગે વિચારી રહ્યા છીએ અને વહેલી તકે સંભવિત બેઠક યોજાઈ શકે છે.’
૨૦૧૮માં ટ્રમ્પ અને કિમ જાંગ ઉને સૌપ્રથમ સિંગાપોરમાં ઐતિહાસિક બેઠક યોજી હતી. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં હનોઈ ખાતે પણ બેઠકમાં બંને નેતાઓ મળ્યા હતા. જાકે બંને બેઠકમાં ઉત્તર કોરિયાને સંપૂર્ણપણે પરમાણુ મુક્ત બનાવવા અંગે કોઈ નિષ્કર્સ આવ્યો ન હતો. વિયેટનામની બેઠકમાં કોઈ જ ચર્ચા હાથ ધરાઈ ન હતી ત્યારે બંને દેશના ટોચના નેતાઓ ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારો મુક્ત બનાવવા વધુ એક બેઠક યોજી શકે છે. ‘ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો અંગે શાંતિપૂર્ણ સમાધાન આવી શકે છે અને આ માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે,’ તેમ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ‘મને બેઠક પસંદ છે અને હું કિમની ઉપસ્થિતિને આવકારું છું. તેમને મળવાથી હું તેમને વધુ જાણી શકિયો છું. આવનારા સમયમાં જબરદસ્ત બાબત બનશે તેને મને વિશ્વાસ છે અને હું તેવું માનું છું.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY