૧ એપ્રિલથી અમેરિકા H-1B વિઝાની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે

0
276

વોશિંગ્ટન,તા.૧૯
યૂએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે એચ૧-બી વિઝા માટેની નવી અરજીઓ આવતી ૧ એપ્રિલથી શરૂ કરશે, એવો એક મીડિયા અહેવાલ છે.
આ વિઝા માટે રોજગારના આરંભની તારીખ ૧ ઓક્ટોબર રહેશે, એમ અમેરિકન બાઝાર નામના દૈનિકે અહેવાલ આપ્યો છે.
પાછલા વર્ષોની જેમ, આ વખતે પણ ૐ-૧મ્ માટે રેગ્યૂલર વિઝા ટોચમર્યાદા ૬૫,૦૦૦ જ રહેશે.
વધુમાં, જેમની પાસે અમેરિકન યુનિવર્સિટીમાંથી મેળવેલી માસ્ટર્સ કે કોઈ ઉચ્ચ સ્તરીય ડિગ્રી હશે એવા ૨૦ હજાર અરજદારોને પણ અમેરિકા વિઝા આપશે.
ગયા જાન્યુઆરીમાં, યુએસસીઆઈએસ એજન્સીએ એચ૧-બી વિઝા પ્રક્રિયામાં અમુક ફેરફાર કર્યો હતો જેમાં ફાળવણીની ગણતરી કરવામાં આવશે.
એજન્સી હવે એડવાન્સ્ડ ડિગ્રી સહિત તમામ એચ૧-બી અરજીઓને રેગ્યૂલર કેપમાં મૂકશે. બીજા રાઉન્ડમાં, તે બાકીની અરજીઓની પસંદગી કરશે. આ નવી વ્યવસ્થાને લીધે યૂએસ માસ્ટર્સ ડિગ્રી ધરાવતા અરજદારો માટે તક વધી જશે.
યુએસસીઆઈએસનું માનવું છે કે નવા ફેરફારને લીધે એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા પસંદગીકૃત એચ૧-બી અરજદારોમાં આશરે વધુ ૧૬ ટકા અથવા ૫,૩૪૦ કર્મચારીઓને વિઝા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY