ભારતમાં આતંકીઓ પર તવાઈ : હિઝબુલના પ્રમુખ સલાહુદ્દીનની સંપત્તિઓ જપ્ત

0
287

ન્યુ દિલ્હી,તા.૧૯
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનની જમ્મુ-કાશ્મીરમાં ૧૩ સંપત્તિઓને જપ્ત કરી લીધી છે. સલાહુદ્દીન પાકિસ્તાનમાં રહે છે અને તે પોતાની આતંકી ગતિવિધિઓનું સંચાલન કરે છે. સલાહુદ્દીન વિરુદ્ધ ચાલી રહેલા ટેરર ફંડિંગ કેસમાં તપાસના સંદર્ભે ઈડીએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત બંદીપોરાના રહેવાસી મોહમ્મદ શફી શાહ અને વિસ્તારના ૬ લોકો સાથે જાડાયેલી ૧.૨૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કર્યો છે. આ તમામ લોકો કથિત રીતે આતંકી સંગઠન માટે કામ કરે છે.
ઈડીએ જણાવ્યું કે, સલાહુદ્દીન, શાહ અને અન્યો વિરુદ્ધ અનલોફુલ એકીટવિટિઝ પ્રિવેન્શન એક્શન એટલે કે ગેરકાયદે ગતિવિધિ નિયંત્રણ કાર્યવાહી હેઠળ ચાર્જશીટને ધ્યાને લેતા મની લોન્ડરિંગનો ગુનાઈત કેસ દાખલ કર્યો છે.
ઈડીએ પોતાના નિવેદમાં જણાવ્યું કે, ‘હિઝબુલ મુજાહિદ્દીન કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય સંગઠન છે જે આતંકીઓ અને જમ્મુ-કાશ્મીમાં અલગાવવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ફંડિંગ પુરું પાડે છે. આ સંગઠનો વડો સૈયદ સલાહુદ્દીન પાકિસ્તાનની રાવલપિંડીમાં રહે છે. તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને ત્યાં સક્રિય અન્ય સંગઠનોના ઓથા હેઠળ જકાર્ત (જમ્મુ અને કાશ્મીર અફેકિટસ રિલીફ ટ્રસ્ટ) નામના એક ટ્રસ્ટની આડમાં ભારતીય જમીન પર આતંકવાદ માટે ફંડ પુરું પાડે છે.’
ઈડીએ નિવેદનમાં જણાવ્યું કે તપાસમાં જણાયું છે કે ‘ટેરર ફંડ’ને ભારતમાં હવાલા તેમજ અન્ય ચેનલ દ્વારા ઘૂસાડવામાં આવે છે. શાહ કથિત રીતે ટેરર ફંડિગના કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY