વોશિંગ્ટન,તા.૨૬
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પ્રથમ વખત બે મહિલાઓને સ્પેસવોક કરાવવાની યોજનાને હાલ રદ કરી દીધી છે. નાસાએ જણાવ્યું છે કે તેમની પાસે મહિલા એસ્ટ્રોનોટ્સના એસ્ટ્રોનોટ્સના માપના સ્પેસસ્યૂટ ઉપલબ્ધ નથી. આવામાં આઉટરવિયરની ઉણપને કારણે આ મિશનમાં ફેરફાર કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્પેસવોકની યોજના લંબાવવામાં આવી છે.
એક માસ અગાઉ જ નાસાએ જાહેરાત કરી હતી કે, ૨૯ માર્ચે તેમની બે મહિલા એસ્ટ્રોનોટ્સ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી (આઇએસએસ)અંતરીક્ષમાં સ્પેસવોક માટે જશે. આ પ્રથમ વાર હશે કે જ્યારે કોઇ એકલી મહિલા એસટ્રોનટ્સ સ્પેસવોક માટે જશે.
સ્પેસક્રાફ્ટના સમારકામ, વૈજ્ઞાનિક પ્રયોગ કે પછી નવા ઉપકરોણા પરિક્ષણ હેતુ સ્પેસવોક કરવામાં આવે છે. એન મૈકક્લેન(૫૯) અને ક્રિસ્ટીના કોશ નામની બે મહિલાઓ સ્પેસવોક માટે જવાની હતી. મૈકક્લેન નિક હેગ સાથે આઇએસએસમાં એક લિથિયમ આયર્ન બેટરીમાં લગાવવા ગયા હતા. મૈકક્લેન અને કોશની સ્પસવોક સાત કલાકની રાખવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





