દારૂના નશામાં અમેરિકનો દ્વારા વર્ષે ૩.૩૪ લાખ કરોડની ઉટપટાંગ ખરીદી : સર્વે

0
8

વોશિંગ્ટન,તા.૨
દારુ પીને કરેલી હરકતોનુ ભાન નશો ઉતરી જાય પછી થતુ હોય છે.અમેરિકનો દારુ પીવામાં તો આગળ છે પણ એક રસપ્રદ હકીકત એ જાણવા મળી છે કે, દારુના નશામાં તેઓ વધારે પડતુ ઓનલાઈન શોપિંગ કરી નાંખે છે.
એક સર્વે પ્રમાણે ૭૯ ટકા અમેરિકનો દારુ પીધેલી હાલતમાં ઓછામાં ઓછુ એક વખત તો શોપિંગ કરે જ છે.દારુના નશામાં અમેરિકનો વર્ષે ૩.૩૪ લાખ કરોડ રુપિયાનુ બીનજરુરી શોપિંગ કરી નાંખે છે.
સર્વે પ્રમાણે લોકો કપડા,જૂતા, ગેમ્સ અને બીજા ગેજેટ્‌સની ખરીદી પાછળ આ પૈસા વાપરે છે.૨૦ ટકા લોકો એવા પણ છે જે દારુના નશામાં ઉટપટાંગ વસ્તુઓ ખરીદી લે છે.જેમ કે કેટલાક અમેરિકનોએ નશામાં કિમ જાંગના કટઆઉટ પણ ખરીદી લીધા હતા.
આ સર્વેક્ષણનુ એક તારણ એવુ પણ છે કે, પુરુષોની સરખામણીએ મહિલાઓએ નશામાં વધારે ખરીદી કરી હતી. નશામાં ખરીદી પાછળનુ કારણ ઓનલાઈન સાઈટ્‌સ પર મોડી રાતનુ સેલ પણ છે.લોકો પબ કે બારમાંથી નિકળ્યા બાદ મોડી રાતે આ સેલમાં ખરીદી કરવામાં રસ દાખવતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY