સોસીયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવા બાબતે પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ આપતા ચકચાર 

0
23

નાંદોદના ગોપાલપુરા ગામમાં રહેતા પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા પત્ની વિરુદ્ધ રાજપીપળા પોલીસમાં ફરિયાદ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે .જેમાં પતિ એજ પોતાની પત્ની વિરુદ્ધ રાજીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા ચકચાર મચી છે જેમાં સમગ્ર ઘટના એમ છે કે આ કામના ફરિયાદ આપનાર પતિ સંદીપસિંહ રણજીતસિંહ ગોહિલ અને તેમની પત્ની ઉર્વશીબહેન વચ્ચે મન મેળ ન રહેતા અને પત્નીએ વડોદરા મહિલા પોલીસ સ્ટેશનમા તેના પતિ તથા તેના ઘરના માણસો વિરૂધ્ધમા અરજી આપેલ હતી

ત્યારે પતિ સંદિપસિંહ રણજીતસિંહ ગોહિલ રહે.ગોપાલપુરા એ હાલ રાજપીપળા પોલીસમાં આપેલી ફરિયાદ એવી છે કે તેમની પત્ની ઉર્વશીબેન સંદિપસિંહ ગોહિલ રહે.૧૦૧ સન ફલાવર વલ્લભ રેસીડન્સી વડોદરા એ તેના અને ઘરના માણસો વિરુદ્ધ અરજી કરેલ એ સંદર્ભે પોલીસ દ્રારા અરજીમા કરેલ આક્ષેપો બાબતે પત્ની પાસે પુરાવા માંગતા જેતે વખતે કોઇ પુરાવા ન હોય તે રજુ કરી શકી નહીં અને પત્ની દ્રારા તેના પતિને બદનામ કરવા માટે તેના પતિની જાણ બહાર તેના ફેસબુક એકાઉન્ટ પાસવર્ડનો અપ્રમાણિકતાથી ઉપયોગ કરી ફેસબુક એકાઉન્ટ માથી પોતાના ફેસબુક એકાઉન્ટના મેસેન્જર પર ગંદા અને અભદ્ર લખાણ લખેલા મેસેજ કર્યા છે. અને આ મેસેજો સમાજના લોકોને બતાવી પતિની બદનામી કરી ગુન્હો કર્યો તે બાબતે રાજપીપળા પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની તાપસ પોલીસ ઇન્સ્પેકટર આર.એન.રાઠવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY