અમદાવાદ હિટ એન્ડ રન : બાઈકની ટક્કરથી વૃદ્ધનું મોત

0
29

અમદાવાદ,તા.૨૬
શહેરનાં નિકોલ-ઓઢવ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં આવેલી ચંદનવીલા સોસાયટીમાં લાભુભાઇ સાવલીયા પરિવાર સાથે રહે છે.
દસ દિવસ પહેલા લાભુભાઇના પિતા જાગાભાઇ સાવલીયા તેમના ભાઇ ઠાકરશીભાઇના ઘેર ગયા હતા ત્યાંથી રિક્ષામાં બેસી ઘેર પરત ફરતા હતાં ત્યારે મનમોહન ચાર રસ્તા પાસે ચાલતા પસાર થતાં હતાં ત્યારે પુરપાટ ઝડપે એક બાઇકચાલક આવ્યો હતો અને જાગાભાઇને ટક્કર મારી નાસી ગયો હતો.
આ બનાવનાં પગલે આસપાસનાં લોકો એકત્ર થઇ ગયા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જાગાભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં જ્યાં દસ દિવસ બાદ સારવાર દરમ્યાન જાગાભાઇનું મોત થયું હતું.
રસ્તા પર ચાલતા જતા જાગાભાઇને અડફેટે લઇ અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યાં બાઇકચાલક વિરુદ્ધ લાભુભાઇએ આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY