ન્યુ દિલ્હી,તા.૨૬
ગ્લોબલ વોર્મિગ મહિલાઓ પર થતી હિંસા અને રેપની ઘટનાઓમાં પણ વધારો કરે છે. બે વર્ષ પહેલા અમેરિકામાં એક ચર્ચાસ્પદ સંશોધન થયા પછી ક્રાઇમને વધતા જતા તાપમાન સાથે કેટલો સંબંધ છે તે અંગે વધુ સંશોધનો શરૃ થયા છે.અનેક પ્રકારના સ્ટડીમાં સાબીત થયું છે કે પર્યાવરણ પરીવર્તનને મહિલાઓ સાથે થતા અત્યાચારોને સીધો સંબંધ છે. વિશ્વમાં દર વર્ષે ૩ લાખથી પણ વધુ રેપની ઘટના બને છે.
આમ પણ સમગ્ર દુનિયામાં કુદરતી આફત,વિસ્થાપન હોય દુષ્કાળ કે ગ્લોબલ વોર્મિગ બધી જ કુદરતી સમસ્યાઓના વિપરિત પરીણામોનો ભોગ મહિલાઓ બને છે.’ મધ્ય અમેરિકાની એક સ્વૈચ્છિક સંસ્થાના મહિલા કાર્યકર્તાએ ગ્વાટામાલાની મુલાકાત લીધી ત્યારે ત્યાંની મહિલાઓએ બળાત્કારની સંખ્યા વધવાનું કારણ પાણીની સમસ્યા ગણાવી હતી.ખાસ કરીને પાણી ભરવા માટે દૂર અંતર કાપવું પડે ત્યારે રેપની શકયતા ખૂબજ વધી જાય છે.
નવાઇની વાત તો એ છે કે ડેન્માર્ક, સ્વીડન જેવા યુરોપના વિકસિત દેશોમાં પણ રેપની ઘટનાઓ વધી રહી છે. એક માહિતી મુજબ ભારતમાં ૧૬ થી ૫૯ વર્ષની સરેરાશ ૫ મહિલાએ એક મહિલાને જાતિય હિંસાનો ભોગ બને છે. ઝાંબિઆમાં ૫૩ ટકા સ્કૂલ જતી છોકરીઓ સેક્સુઅલ હેરેસમેન્ટનો ભોગ બને છે. અમેરિકા તથા યુ એસ જેવા દેશની ૮૩ ટકા છોકરીઓનું હેરેસમેન્ટ થયેલું છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિગના લીધે આગામી સમયમાં પણ ચોરી, લૂટફાટ તથા અત્યાચારના કેસોમાં વધારો થાય તેવી શકયતા છે. આમ ગ્લોબલ વોર્મિગની મોટી સામાજિક કિંમત ચુકવવી પડે છે. જેને વિશ્વના મહિલા સંગઠનો પણ ગંભીરતાથી લેવા લાગ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




