વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઉદ્યોગપતિનો આપઘાત

0
10

સુરેન્દ્રનગર,તા.૨૦
સુરેન્દ્રનગરમાં ઉદ્યોગપતિ દંપતીની કેનાલમાં આત્મહત્યા કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. વ્યાજખોરના ત્રાસથી શહેરના ઉદ્યોગપતિનો આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે.
કલાકો થયા બાદ પણ પરિવારજનોએ જ્યાં સુધી વ્યાજખોરો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ ઘટનામાં છબીલ પટેલનું મોત થયું છે, જ્યારે પત્ની જશુબેનને બચાવી લેવાયા છે.
ઉદ્યોગપતિના આપઘાત મામલે પાટીદાર સમાજના અગ્રણીઓએ હોસ્પિટલમાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિ મોતને ભેટ્યાનો પરિવારે આક્ષેપો કર્યો હતો. વઢવાણના ધારાસભ્ય પાટીદાર અગ્રણી ધનજી પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ૨૦ કલાક બાદ પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવે છે, ત્યાર બાદ કેસની દિશા નક્કી કરી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY