સુરત, તા. ૨૫
ઓલપાડ કારેલીગામ સિદ્ધિ સોસાયટી પાસે વગર પાસ પરમીટના ૧૦૫૬ નંગ બોટલ કિંમત રૂ.૧.૩૨ લાખનો મુદામાલ એક ટ્રકમાંથી પોલીસે કબજે કર્યો હતો. જાકે પોલીસને જાઈને રંજન માલીયા નામના ઈસમને ફરાર થઈ જતા પોલીસે તેને ચોપડે વોન્ટેડ બતાવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ કારેલી ગામના રોડ પરથી પસાર થતી એક ટ્રકમાંથી અોલપાડ પોલીસે વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ ૧૬૮ કિંમત રૂ.૧.૩૨ લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની નાકાબંધી જાઈને ટ્રક ચાલક રંજન માલીયો ફરાર થઈ જતા પોલીસે તેની સામે પ્રોહિબીશન એકટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઓલપાડ પોલીસ મથકના પીએસાઈ આર.એમ. સંગાડાએ વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



