બાળલગ્ન અટકાવવા નાગરિકો જોગ અપીલ

0
6

વ્યારા, તા.૧૨

તાપી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી નિર્મળભાઇ ચૌધરી તરફથી તાપી જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, તાપી જિલ્લામાં કયાંય પણ બાળ લગ્ન થતા જણાય તો તાત્કાલિક નીચે જણાવ્યા મુજબના નંબરો પણ જાણ કરવા વિનંતી કરા છે.
૧૮ વર્ષથી નાની વયની છોકરી અને ૨૧ વર્ષથી નાની વયના છોકરાના લગ્ન કરવા એ સજાપાત્ર ગુનો બને છે. બાળ લગ્નને કારણે છોકરીઓના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. તેથી બાળ લગ્ન થતા અટકાવવા એ સામાજીક જવાબદારી છે. જો જનતાને કયાંય પણ બાળલગ્ન થતા હોવાનું જાણમાં આવે તો રાકેશભાઇ ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ફોનં. ૦૨૬૨૬-૨૨૨૨૧૦, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિર્મલભાઇ ડી.ચૌધરી મો.નં. ૮૮૪૯૧૨૪૦૩૧,કાનૂની સહ પ્રોબેશનરી અધિકારી પાયલબેન એસ. દેગડવાલા મો.નં. ૯૪૦૮૨૬૫૭૩૩, ચાઇલ્ડ હેલ્પલાઇન નં. ૧૦૯૮, પોલીસ હેલ્પલાઇન નં. ૧૦૦ અને અભયમ મહિલા હેલ્પલાઇન નંબર-૧૮૧ પર માહિતી આપી સહયોગ આપવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તરફથી અપીલ કરાઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY