ગુજકેટ પરીક્ષાના કેન્દ્રો પર અનઅધિકૃત પ્રવેશ કરવો નહીં

0
4

પરીક્ષા કેન્દ્રો પાસે ચાર કે વધુ લોકોએ એકત્ર થવું નહીં
વ્યારા, તા.૧૯

આગામી તા. ૨૬/૦૪/૨૦૧૯ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જીનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહના એ, બી, એબી ગૃપના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા સવારે ૦૯ઃ૩૦ કલાકથી ૧૬ઃ૦૦ કલાક દરમિયાન વ્યારા ખાતે યોજાનાર છે. જેમાં ઉમેદવારોની પસંદગીમાં ગુપ્તતા અને પ્રમાણિકતાના ધોરણો જળવાય અને પરીક્ષા ન્યાયી રીતે યોજાય તે અગત્યનું છે. તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ પશ્રીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર કે કોઇ પણ વ્યક્તિએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર મોબાઇલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઇ જવા પર કે પરીક્ષા સમય દરમિયાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા માટે ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ નિયુકત અન્ય અધિકારીઓ ફરજના ભાગરૂપે હથિયાર લઇ જઇ શકશે તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઇડલાઇન મુજબ મોબાઇલ ફોન તેમની પાસે રાખી શકશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY