હવે મુસાફર વેઈટિંગ લિસ્ટમાં હોવા છતાં તે ટિકિટ પર મુસાફરી કરી શકશે

0
26

ઓનલાઈન ટિકિટ ધારકો માટે નિયમોમાં ફેરફાર
ન્યુ દિલ્હી,તા.૨૦
રેલ યાત્રીઓ માટે ખુશખબર આવી છે. જો યાત્રા શરૂ થતાં પહેલાં તમારી ટિકિટ વેઇટિંગમાં હોય તો પણ તમે યાત્રા કરી શકશો. ઇન્ડિયન રેલ કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશને હવે ઓનલાઇન ટિકિટ ધારકો માટે નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે. જે પછી વેઇટિંગ લિસ્ટમાં હોવા છતાં તે ટિકિટ પર તમે મુસાફરી કરી શકશો. તેના માટે તમારે કેટલાંક નિયમોનું પાલન કરવુ પડશે. જે પછી મુસાફરીમાં તમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નહી આવે.
અત્યાર સુધી રેલ યાત્રીઓ માટે એવો નિયમ હતો કે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો યાત્રા ન કરી શકે. ફક્ત વિન્ડો અથવા કાઉન્ટર પરથી ખરીદવામાં આવેલી ટિકિટ પર પોતાની શ્રેણીમાં દિવસ દરમિયાન સફર કરી શકે છે. આ નિયમ ઓનલાઇન બુકિંગ કરેલી ટિકિટ પર લાગૂ થતો ન હતો. આૅનલાઇન બુક કરેલી વેઇટિંગ ટિકિટ યાત્રી હજુ પણ યાત્રા ન કરી શકે અને જો મુસાફરી કરવામાં આવે તો ટિકિટ વિના મુસાફરી કરવા માટે જવાબદાર માનવામાં આવશે.
હવે આઇઆરસીટીસીએ વેઇટિંગમાં આવતા મુસાફરોને સુવિધા આપવા માટે જણાવ્યું છે કે ચાર્ટ બની ગયાં બાદ જે મુસાફરોનું નામ હશે તે મુસાફરી કરી શકશે. તેવામાં તે યાત્રીઓએ યાત્રા કરવા પર કોઇ દંડ ચુકવવો નહી પડે જેની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હશે.
ધારી લો કે તમે એક ટિકિટ બુક કરાવી છે અને તેમાં છ મુસાફરોનું નામ છે. ટિકિટ બુક થયા પછી જો ત્રણ મુસાફરોની ટિકિટ કન્ફર્મ થાય અને ત્રણનું નામ વેઇટિંગમામ હોય તો તમામ ૬ યાત્રી આ ટિકિટ પર મુસાફરી કરી શકે છે. આવું એટલા માટે કારણ કે તમામનું નામ ચાર્ટમાં હશે. આ ત્રણેય યાત્રીઓ પાસેથી કોઇપણ દંડ વસૂલવામાં નહી આવે.
જો તમે મુસાફરી કરવા ન માંગતા હોય તો ચાર્ટ બને તે પહેલાં જ ટિકિટ કેન્સલ કરાવી લો. ચાર્ટ બન્યા પહેલાં ટિકિટ કેન્સલ કરાવશો તો જ તમને રિફંડ મળશે. જો તમે રિફંડ મેળવવા ઇચ્છતાં હોય તો ઇ-મેઇલ કરીને દાવો કરી શકો છો. રેલ્વે તરફથી આ પ્રકારની ટિકિટ પર નિર્ણય લઇને રિફંડ આપવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY