પાકિસ્તાને આઠ અરબ કરોડની નાણાંકીય સહાયની માંગણી કરી છે
વૉશિંગ્ટન,તા.૧૩
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એ સુનિશ્રિત કરવાની તમામ કોશિશો કરી રહી છે કે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)માંથી આપવામાં આવતી મદદનો ક્યાં ઉપયોગ કરાશે. જા તે ધન રાશિનો ઉપયોગ ચીનનું દેવું ચૂકવવા કરવામાં આવે તેમ હોય તો મદદ આપી ન શકાય. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ૮ અરબ કરોડની નાણાકિય સહાયની માંગણી અમેરિકા પાસેથી કરી છે, જેથી તે પોતાની ચુકવણીની સમતુલા જાળવી શકે. વર્તમાન સમયમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળેલી છે. આ સંબંધમાં પાકિસ્તાન અને IMF વચ્ચે થયેલી બેઠક ફળદાયી નિવડી નથી.
અમેરિકાને લાગે છે કે પાકિસ્તાનના આર્થિક પડકારોનું મોટું કારણ ચીન દ્વારા આપવામાં આવેલી લોન છે. અહિં સંસદના એક સત્ર દરમિયાન ઉપસ્થિત રહેલા આંતરરાષ્ટ્રીય મામલાના ફંડના ઉપ મંત્રી ડેવિડ માલપાસે સાંસદોને જણાવ્યું કે આપણે IMFની સાથે કામ કરી રહ્યાં છીએ અને આપણે એ સ્પષ્ટ કરી દીધું છે કે જા પાકિસ્તાનને તેઓ કોઈ મદદ આપે પણ તો પાકિસ્તાન એ નક્કી કરે કે તેનો ઉપયોગ તે ચીનનું દેવું ચુકવવા નહિં કરે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી સાંસદને ડર છે કે ક્યાંક IMFથી મળતી નાણાંકિય મદદ પાકિસ્તાન પોતાની ઉપરનું ચીનનું દેવું ઉતારવામાં ન કરવા લાગે. માલપાસે કહ્યું કે અમેરિકા એ પણ સુનિશ્રિત કરી રહ્યું છે કે પાકિસ્તાન પોતાના આર્થિક કાર્યક્રમને બદલે જેથી તે ભવિષ્યમાં ફરીથી બરબાદ ન થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




