મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જાઈ હવસ જાગતા ગુનો આચર્યાની નરાધમની કબૂલાત

0
49

સુરત, તા. ૨૨
લીંબાયતમાં સાડા તણ વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર અને હત્યા કરનાર આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા તેને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો જેતો હતો. તે દરમિયાન બાળકી રમતાં રમતાં રૂમમાં આવી જતા તેણે ગુનો કરી બાળકીને મારી નાંખી હોવાની કબુલાત કરી છે.
આરોપી અનિલ યાદવને બિહારથી ઝડપી પાડી આજે પોલીસ કમિશનર કચેરીએ રજૂ કરાયો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા પત્રકાર પરિષદ સંબોધી હતી. પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું કે ૧૪-૧૦-૨૦૧૮ના રોજ રાત્રિના સમયે આરોપી અનિલ યાદવ પોતાના ઘરે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો જાતો હતો. તે દરમિયાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ભોગ બનનાર બાળકી તેના રૂમમાં આવી જતા તેણે ગુનો કરેલ છે અને તે પછી બાળકીને મારી નાંખેલ છે. તેવી કબુલાત કરેલ છે. કૃત્ય કર્યા પછી આરોપી ટ્રેનથી બક્સર નાસી ગયો હતો અને પોતાના મિત્ર વિનોદના ઘરે છુપી રીતે રોકાયેલો હતો. જેને સુરત પોલીસ અને બિહાર પોલીસની ટીમે ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા ૭ વર્ષથી સુરતમાં એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતો અને છેલ્લા બે મહિનાથી ગોડાદરા ખાતે ભાડાના રૂમમાં રહેતો હતો અને કલર કામ કરતો હતો. અનિલ યાદવ ધોરણ ૯ સુધી અભ્યાસ કરે છે અને તેના માતા-પિતા તથા ૬ બહેનો તથા ૩ ભાઈઅો છે. જે તમામ વતન બિહારમાં મજૂરી કરે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY