સોળ જૂન થી ગુજરાત રાજ્યની તમામ માઇનોર,સબ માઇનોર ડિસ્ટ્રી શાખાઓ બંધ કરી દેવાશે 

0
113

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં સતત ઘટાડો નોંધાતા સપાટી 105.71 મીટર થઈ

રાજપીપલા:સરદાર સરોવર નર્મદા બંધ ની સપાટી દિવસે દિવસે ઘટી રહી છે અને રોજની 24 સે.મી જેટલી ઘટી રહી છે ત્યારે 89 મીટર સુધી સપાટી પહોંચી જાય અને પાણી નો ડેડસ્ટોક પણ અડધો વપરાઈ જાય ત્યારે રાજ્ય જળસંકટ માં આવી જાય એવી પરિસ્થિતિ ના સર્જાય માટે હવે પછીનો ડેડસ્ટોક નો જથ્થો રાજ્ય ના 6 કરોડ ની જનતાને પીવાનું પાણી મળી રહે એમાટે ખર્ચાય એ માટે સરકાર આવતી કાલ સાંજ સુધી ખેડૂતોને પીવાનું પાણી આપશે અને 16 માર્ચ માધ્ય રાત્રી થી જ નર્મદાની મુખ્ય સાથે સંકળાયેલી ગુજરાત રાજ્યની તમામ માઇનોર,સબ માઇનોર ડિસ્ટ્રી શાખાઓ બંધ કરી દેવાશે એટલે ખેડૂતોને પાણી મળશે નહિ અને જો મુખ્ય કેનાલમાં ચાલતા પાણી માં બકનળી દ્વારા પણ પાણી નહિ લઇ શકે. એ માટે SRP ની સુરક્ષા પણ વધારી દિવસે, હવે જે ખેડૂતો નો પાક તૈયાર છે પણ કૂવો, કે બોર નથી આવા ખેડૂતોએ રોવાનો વારો આવશે,

સરદાર સરોવર ની સપાટી હાલ 105.71 મિત્ર ની છે ઉપરવાસ માંથી માત્ર  2,574 ક્યુસેક  પાણી ની આવક થાય છે. સામે IBPT ટનલ માંથી 9,500 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. અને  નર્મદા નદીમાં ગોડબોલે ગેટ માંથી 500 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. નર્મદા કેનાલ માં 9,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ તમામ આંકડા માં 15 મી માર્ચ બાદ ઘટાડો થઇ જશે, અને માત્ર પીવા માટે રાજ્યના લોકોને પાણી મળી જશે જેથી નર્મદા ડેમની સપાટીમાં થતો ઘટાડો પણ અડધો થઇ જશે. 4000 કયુસેક જેટલું પાણી છોડશે એવી શક્યતા ઓ છે.

સોળ મી માર્ચ થી પાણી બંધ કરવામાં આવશે, રાજ્યની તમામ માઇનોર, સબ માઇનોર, ડિસ્ટ્રી શાખાઓ બંધ કરી દેવામાં આવશે, સરકારની સૂચના મુજબ પાણી છોડવામાં આવશે  >>>એ.એસ.ચૌધરી (કા.પા.ઈજનેર, નર્મદા મુખ્ય કેનાલ )

રિપોર્ટર –  નર્મદા  ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY