વીજ કરંટ લાગતાં કપિરાજને સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલય કેન્દ્રમાં લવાયો

0
113

ભરૂચ:
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક કપિરાજને પૂંછડીના ભાગે વીજ કરંટ લાગતાં તેને સારવાર અર્થે ભરૂચ ચિકિત્સા કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ અંબાલાલ પાર્કમાં આવેલ કપિરાજને પૂંછડી ના ભાગે વીજ કરંટ લાગતાં નીચે પટકાયેલ હતો.પૂંછડીના ભાગે ગંભીર રીતે દાજી ગયેલ કપિરાજ ની જાણ સ્થાનિકો દ્રારા ફ્રેન્ડ્સ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના જીવ દયા પ્રેમીઓને કરાતાં તેવો દ્રારા જગ્યા પર પહોંચી ભારે જહેમત બાદ ઘાયલ કપિરાજને પાંજરે પુરી સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલય ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં પશુ ચિકિત્સક દ્રારા તેની સારવાર કરી ભરૂચ સામાજિક વનીકરણની ઓફીસ પર મોકલી આપવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY