વાયનાડ,તા.૯
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કેરળ પ્રવાસના ત્રીજા દિવસે રવિવારે કોઝિકોડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે ઘણા સ્થાનિક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. પ્રવાસના અંતિમ દિવસે તેમને રિટાર્યડ નર્સ રાજમ્મા સાથે મુલાકાત કરી હતી. રાજમ્મા તે નર્સ છે જે રાહુલના જન્મ સમયે હોસ્પિટલમાં હાજર હતા. ગત બે દિવસમાં તમે જેટલો પ્રેમ આપ્યો છે તેને જોઇને એવું લાગી રહ્યું છે કે હું અહીંયા જન્મથી રહું છું.
રાહુલ ગાંધીએ અહીં રેલીને સંબોધન દરમિયાન ફરીથી પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી કેરળ સાથે યૂપી જેવું વર્તન નહીં કરે. ભાજપ ગુસ્સો અને નફરતનું રાજકારણ કરે છે. ભાજપ અને પીએમ મોદી પાસેથી કોઈ પણ જાતની આશા રાખી શકાય નહીં.
વાયનાડમાં રાહુલ ૪ લાખ ૩૧ હજારથી જીત્યા હતાઃ રાહુલે કેરળ અને ઉત્તરપ્રદેશની બે બેઠકો પર ચૂંટણી લડી હતી. અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હાર મળી હતી, જ્યારે વાયનાડમાં રાહુલ ૪ લાખ ૩૧ હજારથી વોટથી જીત્યા હતા. જીત બાદ રાહુલે ૨૪મેના રોજ વાયનાડની જનતાનો આભાર માન્યો હતો. ત્યારબાદ ૩૧મેના રોજ તેમણે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને પત્ર લખીને વાયનાડમાં દેવાના કારણે આત્મહત્યા કરનારા ખેડૂતો અંગે માહિતી માંગી હતી. તેમણે સરકારને આગ્રહ કર્યો હતો ખેડૂતોના પરિવારની આર્થિક મદદ વધારવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



