વોટ્‌સએપમાં ડઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદ એડમિન પર રાસુકા હેઠળ કાર્યવાહી થશે

0
42

ન્યુ દિલ્હી,તા.૧૮
દેશમાં હવે દરેક સોશિયલ મીડિયાના એડમીને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. તંત્ર હવે સોશિયલ મીડિયા દ્વારા કોઇપણ વ્યકિત દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ ગ્રુપ એડમિન સામે સખ્ત પગલા લેવા માટે મન બનાવી ચુકયું છે. આ કેસમા એડમિન વિરૂધ્ધ રાસુકા એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ કેસ કરાશે અને કડક કાર્યવાહી કરવામા આવશે. આ સમસ્યાથી બચવા માટે ગ્રુપ એડમિને આવી કોઇપણ પોસ્ટે ને જાતે દૂર કરવી પડશે અથવા પોલિસને જાણ કરવી પડશે.
whtsappના ઘણાયે ગ્રૂપમાં એક સાથે ઘણા બધા એડમિન હોય છે. જે એમ જ હોય છે. એક ગ્રૂપમાં ખરેખર એક જ એડિમન હોય તો નિર્ણયો લેવામાં સરળતા રહે છે. હવે ગ્રૂપમાં એડમિન રહેવું એ ખતરો છે. માટે તુરંત રિમુવ થઈ જાઓ નહીં તો સરકાર બે એક્ટમાં જેલમાં ધકેલી દેશે. ગ્રૂપમાં તમામ વ્યક્તિઓ પર એડમિનનો પણ કાબૂ નથી હોતો. એટલે કોઇ પણ મેમ્બર્સ જા ખોટી પોસ્ટ નાખશે તો તમે ભરાઈ જશે.
કેટલાક લોકો માત્ર ખોટા સમાચાર ફેલાવાનુંજ કામ કરતા હોય છે. જેના કારણે કોમી રમખાણ જેવી ઘટનાઓ દેશભરમા બનતી હોય છે તેને આ રીતે રોકી શકાશે.તંત્ર દ્વારા સાયબર સેલની એક ટીમ પણ ફેસબુક અને ટ્‌વીટર જેવા મિડિયા પર નજર રાખશે .આ નિયમ દરેક ગ્રુપને લાગુ પડશે અને કોઇપણ પ્રકારની ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ રાસુકા અને આઇટી એકટ ૬૬એ વિરૂધ્ધ કેસ કરવામા આવશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY