સન્ના,તા.૬
યુદ્ધથી પ્રભાવિત યમનની રાજધાની સનામાં ખાદ્ય પદાર્થોની ભારે અછત સર્જાય છે. સનામાં આવેલી એક બેકરીમાં મફતમાં વિતરણ કરવામાં આવતા બ્રેડ માટે લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. ત્રણ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધ બાદ ત્યાં ખાવા-પીવાંની વસ્તુની ભારે અછત સર્જાય છે. યમનમાં ૧.૪ કરોડ લોકોને ભૂખ્યા રહેવાનો વખત આવ્યો છે.
યૂરોપિયન સંઘ દ્વારા ત્રણ કરોડ યૂરોની સહાય કરવાના વચન છતાં કોઇ પણ શિપિંગ કંપની ઘર્ષણ શરૂ રહેવાને કારણે ત્યાં પોતાનું જહાજ મોકલવા માંગતી નથી, આનાથી સંયુક્ત રાષ્ટ્રનો વિશ્વ ખાદ્ય કાર્યક્રમ પ્રભાવિત થયો છે. અહીં ખાવા-પીવાની ચીજવસ્તુએ તેટલી મોંઘી થઇ ગઇ છે કે લોકો પહોંચી શકતા નથી.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રવક્તાએ કહ્યું કે, બજારમાં ખાદ્ય પદાર્થ પહેલેથી જ ઘણો મોંઘો થઇ ગયો છે કારણ કે ખાદ્ય પદાર્થોની અછત છે. જા શિપ ઓછી આવશે તો કિંમતોમાં વધારો થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



