ઠગ્સ ઓફ હિન્દોસ્તાનના એકિજબિટર્સ યશ રાજ પાસે નુકસાનીનું વળતર માંગશે?

0
3

મુંબઈ,તા.૨૦
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનને પહેલીવાર સાથે ચમકાવતી યશ રાજની મેગાબજેટ ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દોસ્તાનના એકિજબિટર્સ યશ રાજ પાસે નુકસાનીનું વળતર માગશે એવી વાતો બોલિવૂડની કાકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.
અગાઉ સલમાન ખાનની ટયુબલાઇટ ફ્લોપ નીવડી જ્યારે સલમાનના સૌથી વફાદાર ગણાતા વિતરકોએ પણ સલમાન પાસે વળતર માગ્યું હતું અને મિડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાને પચાસથી પંચાવન કરોડ રૃપિયા જેટલું વળતર ચૂકવ્યું પણ હતું.
હવે યશ રાજનો વારો છે. ઠગ્સ આૅફ હિન્દોસ્તાન માટે જબરદસ્ત પ્રચાર પ્રસિદ્ધિ કરવામાં આવી હતી અને એક સાથે પાંચ હજાર સ્ક્રીન પર આ ફિલ્મ રજૂ થઇ હતી. પરંતુ રજૂ થયાના ચાર પાંચ દિવસમાં જ એનો ધબડકો વળી ગયો હતો. એથી દેખીતી રીતેજ એકિજબિટર્સને ભારે આર્થિક નુકસાન થયું હતું. એ નુકસાનની અસર ફિલ્મ સર્જકને નડવાની નહોતી કારણ કે સેટેલાઇટ રાઇટ્‌સ અને મ્યુઝિકના રાઇટ્‌સ વગેરે વેચવાથી ફિલ્મ સર્જકોએ પોતે રોકેલી રકમ પાછી મેળવી લીધી હતી.
પરંતુ અમિતાભ અને આમિરના નામ પર મોટે ઉપાડે ફિલ્મ લેનારા એકિજબિટર્સને ભારે નુકસાન સહેવાનું આવ્યું હતું. અત્યાર અગાઉ સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે પણ આવું બની ચુકવ્યું છે જ્યારે એની કબાલી અને અન્ય એક ફિલ્મ ફ્લોપ નીવડી ત્યારે એના વફાદાર મનાતા વિતરકોએ વળતર મેળવવા હાઇકોર્ટનો આશરો સુદ્ધાં લીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY