કર્ણાવતી, રાજપથ, YMCA ક્લબના નવરાત્રિના ફૂડ સ્ટોલ પર આરોગ્ય વિભાગ ત્રાટક્યું

0
40

અમદાવાદ,તા.૧૩
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અત્યારના નવરાત્રોત્સવ દરમ્યાન નાગરિકો અપાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા વિવિધ સ્થળોએથી વિભિન્ન ખાદ્યપદાર્થોના નમૂના લેવાઇ રહ્યા છે. જે અંતર્ગત ગઇ કાલે રાત્રે તંત્ર દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ સહિત શહેરની જાણીતી કલબોના ફૂડ સ્ટોલ પર દરોડા પડાયા હતા.
ગઇ કાલે રાતે તંત્ર દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરાંત વાયએમસીએ કલબ, રાજપથ કલબ, કર્ણાવતી કલબ અને કાંકરિયાના ગોકુલ રાસ ગરબાના વિભિન્ન ફૂડ સ્ટોલમાંથી પાણીપૂરીનું પાણી, કોપરા ચટણી, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, ભાજીપાંઉની ભાજી, કોલ્ડ કોફી, સમોસાની લાલ ચટણી અને લીલી ચટણી સહિતના અલગ અલગ પ્રકારના ખાદ્યપદાર્થના કુલ ૧પ નમૂના લેવાયા હતા.
આ તમામ નમૂનાઓને નવરંગપુરા સ્થિત મ્યુનિસિપલ લેબોરેટરીમાં ભેળસેળની ચકાસણી કરવા માટે મોકલી દેવાયા હતા. ગયા બુધવારે સત્તાવાળાઓ દ્વારા શહેરમાં ધમધમતા મીઠાઇ અને ફરસાણના એકમો પર દરોડા પડાયા હતા.
તંત્રે રામોલમાં જય આશાપુરા નાસ્તા સેન્ટર, વાસણામાં ન્યુ જૈન ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, બહેરામપુરામાં શ્રીરામ ચવાણા માર્ટ, નરોડામાં ભેરુનાથ ચવાણા, દૂધેશ્વરમાં રામદેવ ટ્રેડર્સ, ઓઢવમાં ગામમાં મુરલી સ્વીટ એન્ડ ફરસાણ, દિલ્હી દરવાજા બહાર જૈન ચવાણા માર્ટ, કુબેરનગરમાં શ્રી ભેરુનાથ નમકીન, નારણપુરામાં આશાપુરી ફરસાણ હાઉસ, અમરાઇવાડીમાં ધનલક્ષ્મી ચવાણા ભંડાર, બહેરામપુરામાં વાસુદેવ ગૃહ ઉદ્યોગ, બારેજામાં લક્ષ્મી ચવાણા માર્ટ અને શિવશક્તિ ચવાણા માર્ટ, વસ્ત્રાલમાં આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ઓઢવમાં આંબેશ્વર સ્વીટ માર્ટ અને રામોલમાં બાબા રામદેવ સ્વીટ એન્ડ ડેરીમાંથી પામોલીન તેલ, ફાફડા, જલેબી, બેસન, ફરસીપૂરી, પાપડી, નાયલોન સેવ, શક્કરપારા, બેસન ફાઇનના કુલ ૧ર નમૂના લઇને મ્યુનિસિપલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY