ગુજરાતભરમાં તાંત્રિક વિધીના નામે છેતરપિંડી કરતી ગેંગને રાજકોટ પોલીસે ઝડપી

0
24

રાજકોટ,તા.૧૩
ગુજરાતભરમાં તાંત્રિક વિધીના નામે છેતરપિંડી કરતા ગેંગને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઓફિસ ધરાવી લોકોને વિશ્વાસમાં લઇ તાંત્રિક વિધીના નામે બોલાવી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પડાવતા હતા. ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ ગેંગ ઉત્તરપ્રદેશના મેરઠની ગેંગે અલગ અલગ શહેરમાં ૬ ગુનાની કબૂલાત આપી હતી. પોલીસે ૨૮૧૩૦નો મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કર્યો હતો. ઓલ ઇન્ડિયા માસ્ટર કિંગ ગુરૂ અમનજી તંત્ર મંત્રના નામથી ઓફિસ ધરાવતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે સભ્યોની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાજકોટ સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ઓફિસ ધરાવતા હતા. જેમાં તેઓ ઓલ ઇન્ડિયા માસ્ટર કિંગ ગુરુ અમનજી તંત્ર મંત્રના સમ્રાટ નામથી ઓફિસ ધરાવતા હતા. પ્રથમ તેઓ અખબાર અને ટીવી મારફત જાહેરાત આપી માત્ર ૧૫૧ રૂપિયામાં સમસ્યા હલ કરી આપવાની ખાતરી આપતા હતા. બાદમાં જા કોઈ વ્યક્તિને તેની બોલીથી આકર્ષાઇ તો તેણે વિધિ કરવી પડશે તેવું કહી સોનાના દાગીના અને રૂપિયા પડાવતા હતા અને બાદમાં શહેર છોડી અન્ય શહેરમાં જતા રહેતા હતા. પકડાયેલ બન્ને આરોપી મૂળ ઉતર પ્રદેશના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપી પૈકી આસિફ એહમદ મલેક અગાઉ પણ સુરત શહેરમાં તાંત્રિક વિધીના બહાને લોકો સાથે છેતરપિંડી આચરવાના ગુનામાં પકડાયેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY