ન્યુ દિલ્હી,તા.૨૨
ભારતીય સેના પહેલી વાર શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, થાઇલેન્ડ અને મ્યાનમારની સેના સાથે મળીને મિલિટરી એકસર્સાઇઝ કરશે. આ એકસર્સાઇઝ પુણેમાં થશે, જેનો હેતુ કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશનમાં એકબીજાને સહયોગ કરવાની સાથે મિલિટરી ફોરમ ડેવલપ કરવાનો પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશયાત્રાઓમાં આ વાત પર ભાર મૂકતા રહ્યા છે કે ભારત અને પાડોશી દેશોએ સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ લડાઇ લડવી જાઇએ. સરકારના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશનમાં સમસ્યા એ થાય છે કે ટેરરિસ્ટ કોઇ એક દેશને પોતાનો બેઝ બનાવીને તેના પાડોશી દેશમાં આતંક ફેલાવે છે.
ઘટનાને અંજામ આપીને ફરી તે દેશમાં પાછો ભાગી જાય છે જ્યાં તેનો બેઝ કેમ્પ હોય છે. તેથી કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશનની સફળતા તેના પર નિર્ભર કરે છે કે અલગ અલગ દેશ આતંકવાદીઓ પર લગામ કસવા માટે એકબીજાને સહયોગ આપીને એક ફોરમ હેઠળ કામ કરે. તેથી સાત દેશોની આ પહેલ મહત્વની છે.
બીઆઇએનએસટીઇસી દેશો વચ્ચે મિલિટરી એકસર્સાઇઝ માટે પહેલી પ્લાનિંગ કોન્ફરન્સ થઇ ચૂકી છે અને તેમાં નક્કી કરાયું છે કે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, થાઇલેન્ડ અને મ્યાનમારની સેના સાથે મળીને ૧૦ થી ૧૬ સપ્ટેમ્બર સુધી જાઇન્ટ મિલિટરી એકસર્સાઇઝ કરશે.
આ પહેલાં બીઆઇએનએસટીઇસી મિલિટરી એકસર્સાઇઝને ભારત હોસ્ટ કરશે. આ તમામ દેશોની સેનાથી પાંચ-પાંચ અધિકારીઓ અને રપ-રપ બીજી રેન્કના સૈનિકો જાડાશે. ૧પ અને ૧૬ સપ્ટેમ્બરે આ સાતેય દેશોના આર્મી ચીફની કોન્ફરન્સ થશે, જેમાં આર્મી ચીફ મળીને આ મલ્ટિનેશન એકસર્સાઇઝનો રિવ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારથી આવેલા રોહિંગ્યાથી લઇને ભારત આંતરિક સુરક્ષા પર ખતરો અનુભવે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




