રાજસ્થાન સીમા પર પાકિસ્તાને વધુ ૧૪ પોસ્ટનું નિર્માણ કર્યું ઃ બીએસએફ રિપોર્ટ
શ્રીનગર,તા.૧૬
પાકિસ્તાન હવે બોર્ડર પર નવી ચાલ ચાલીને ભારતને પરેશાન કરવાની કોશિશ કરી રÌšં છે. આ દરમિયાન પાકિસ્તાનની એક નવી ચાલનો પર્દાફાશ થયો છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર પાકિસ્તાન એલઓસી પર પોતાની સેના વધારી રહી છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાને પોતાની ૬૨મી ઈન્ફન્ટ્રીની સંખ્યા માર્ચ અને એપ્રિલ મહિનામાં એલઓસી પર અનેક ગણી વધારી દીધી છે. આ ઉપરાંત ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટય સીમાની પેલે પાર પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રÌšં છે.
બીએસએફએ પોતાના રિપોર્ટમાં એવી ચોંકાવનારી જાણકારી આપી છે કે પાકિસ્તાન આર્મીના ૩૫ અધિકારીઓ અને સૈનિકો પાક. રેન્જર્સની સાથે રાજસ્થાન ઈન્ટરનેશનલ બોર્ડરની પેલે પાર રેકી કરવા માટે સતત આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેરમાં સરહદની પેલે પાર ‘નુનવાલા બીઓપી’ દ્વારા ભારતીય સુરક્ષા દળોની રેકી કરવામાં વ્યસ્ત છે એટલું જ નહીં, પાકિસ્તાની સેના હવે આંતરરાષ્ટય બોર્ડર પર કેટલાંય સ્થળોએ પોતાનાં કાયમી બંકર અને પોઈન્ટ બનાવી રહી છે.
યુદ્ધવિરામનો ભંગ કરવા પાકિસ્તાને ૨૧૦થી વધુ ટ›પની સંખ્યા એલઓસી પર વધારી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને ૧૪ નવી આર્મી પોસ્ટ ઊભી કરી દીધી છે, જેના દ્વારા પાકિસ્તાન ફાયરિંગ કરવા માટે નવેસરથી કોશિશ કરી રÌšં છે.
ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આ વખતે શિયાળામાં પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળ રÌšં હતું, જેના કારણે તે હવે વધુ અકળાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






