મૂળ ઉત્તર પ્રદેશનાં અને હાલ સંજાલી ગામે રહી છૂટક મજૂરી કામ કરતા યુવાનો વચ્ચે નાણા બાબતે શનિવારે તકરાર થઈ હતી.
અંકલેશ્વરના સંજાલી ગામે ત્રણ દિવસ પૂર્વે એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ યુવાનની હત્યાના મામલામાં ગ્રામ્ય પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બે યુવકો ફરાર થઇ ગયા હત. રૂપિયા વાપરવા બાબતે થયેલી તકરારમાં યુવાનની હત્યા થઇ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાન મીથીલેશ પાલની હત્યા થઈ હતી. રવિવારના રોજ મીથીલેશનો મૃતદેહ સંજાલી ગામના તળાવ નજીકથી અર્ધનગ્ર હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. યુવાનની હત્યા બીજા કોઈએ નહિં પરંતુ તેના જ ત્રણ મિત્રોએ કરી હોવાનો ખુલાસો થયો છે.મૃતક યુવાન મીથીલેશ અને તેના ત્રણ મિત્રો છૂટક મજુરી કામ કરતા હતા. શનિવારની રાત્રે તેમની વચ્ચે મજુરીના રૂપિયા વાપરવા બાબતે તકરાર થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા મિત્રોએ મીથીલેશ પાલની લાકડાના સપાટા મારી હત્યા કરી દીધી હતી. બાદમાં લાશને ફેંકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલામાં મૂળ ઉત્તર પ્રદેશના જ રહેવાસી અને હાલ સંજાલી ગામે રહેતા મહમદ ઇમરાન શાબીર અલી શેખની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે મિત્રો ફરાર થઇ જતા તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ધનંજય ઝવેરી 9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







